ફૂડ લવર માટે ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. દુનિયાભરમાં જાણિતા મેકડોનાલ્ડ્સની રાજકોટ બ્રાન્ચમાં મોટી બેદરકારી સામે આવી છે. એક પરિવારે અહીં 6 વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. જોકે મેકડોનલ્ડસ્ દ્વારા 6માંથી 2 ચીકનવાળા નોનવેજ બર્ગર પધરાવી દેવામાં આવલ્યા હતા. પરિવારના એક સભ્યએ તો એક નોનવેજ બર્ગર ખાઇ પણ લીધું હતું. બાદમાં ખબર પડતા પરિવારની ધાર્મિક લાગણી દુભાઇ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે ગ્રાહકે મેકડોનાલ્ડ્સમાં ફરિયાદ કરતા ત્યાંના લાયઝનિંગ ઓફિસરે ગ્રાહક અને તમામ લોકોની માફી માંગી હતી. જોકે, ગ્રાહકે કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે
પરિવારને ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ
આ અંગે મળતી માહિતી મુજબ, ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યા હતા. જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યા હતા. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધો હતો. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારનો ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ હતી. જેને લઈને ભોગ બનનાર ગ્રાહક દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે
ભોગ બનનાર ગ્રાહક કેવલ વિરાણીએ જણાવ્યું હતું કે, રવિવારે અમે 6 વેજ બર્ગરનો ઓર્ડર રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં કર્યો હતો. જેમાં વેજ બર્ગરનાં બદલે 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પણ પાર્સલમાંથી નીકળ્યા હતા. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના એક વ્યક્તિએ ખાઈ લેતા ધાર્મિક લાગણી દુભાઈ છે. અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે અને ચુસ્ત રીતે ધર્મનું પાલન કરે છે. જોકે મેકડોનાલ્ડ્સની બેદરકારીથી અમારા પરિવારના એક વ્યક્તિનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનું લાગી રહ્યું છે. જેને કારણે આ અંગે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
ગ્રાહક કેવલ વિરાણી
કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીને દુભાવવાનો અમારો કોઈ ઈરાદો નથી
મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસર બીપીન પોપટે આ અંગે જણાવ્યું હતું કે, સ્ટાફના કોઈ વ્યક્તિની બેદરકારી હોવાથી આ ભૂલ થઈ છે. કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીને દુભાવવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમારી બ્રાન્ડ ઇન્ટરનેશનલ છે. જેમાં વેજ અને નોનવેજ કિચન હંમેશા અલગ રાખવામાં આવે છે. તેમજ નિયમ મુજબ વેજ અને નોનવેજ વસ્તુઓ પર સિમ્બોલ પણ લગાવી દેવામાં આવતો હોય છે. આમ છતાં જે ભૂલ થઈ છે તે માટે તપાસ કમિટી રચવામાં આવી છે. અને જે કોઈની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવાની તૈયારી તેમણે દર્શાવી છે. તેમજ આ ભૂલ સામે પોતાનું ધ્યાન દોરવા બદલ ગ્રાહકનો આભાર માની તેની માફી માંગી હતી.
મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસર બીપીન પોપટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech