આજી નદી કાંઠા વિસ્તારમાં ક્યુલેક્સ મચ્છરનો ભયંકર ઉપદ્રવ થતા તાજેતરમાં ક્યુલેક્સ મચ્છરના નાશ માટે ડ્રોન તથા ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવનો પ્રાયોગિક ધોરણે મેયરના હસ્તે શુભારંભ કરાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાંસ્થગિત પાણીને કારણે મચ્છરોનો ઉ૫દ્રવવધુ રહેછે.નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ૫દ્રવ રહેવાને કારણે કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી. ૫રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા ન્યુસન્સ મચ્છરની ઉત્પતિ અટકાવવાના સઘન પ્રયાસો થઇ રહયા છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સુચના અન્વયે નદીકાંઠાના વિસ્તારોમાં કયુલેક્ષ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે તા.૨૭ના રોજ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક૫ક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક૫ક્ષ દંડક મનીષભાઇ રાડીયા અને આરોગ્ય અઘિકારી ડો.જયેશ વકાણી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડની ઉ૫સ્થિતમાં ડ્રોન ટેકનોલોજીના માઘ્યમથી પો૫ટ૫રા રેલનગર પાછળ આજી નદી ખાતે દવા છંટકાવની પ્રાયોગિક ધોરણે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વાહક નિયંત્રણની કામગીરીમાં ડ્રોન ટેકનોલોજીથી દવા છટકાવની કામગીરીના અનુભવી પાર્ટી પ્રાઈમ. યુ.એ.વી. પ્રા.લિ.એ જુનાગઢ મહાનગરપાલિકા, મહેસાણા શહેરમાં, જેવા અલગ અલગ મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા ડ્રોન દ્વારા દવા છંટકાવની કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે.
આ ઉ૫રાંત બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ એક ડીવીડર મશીન તથા પો૫ટ૫રા રેલનગર પાછળ આજીનદીમાં બીજા ડીવીડર મશીન દ્વારા વેલ કાઢી ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે તથા રાજકોટ શહેરના નદીકાંઠાના ૮૦ ફૂટ રોડ પાસે જૂની ખડપીઠની પાછળ,ચૂનારવાડ ભાણજીદાદાના પુલ પાસે, જંગલેશ્વર શેરી-૧૦ પાછળ, રામનાથ ઘાટ તથા રામનાથપરા સ્મશાન પાછળ ૩૨માણસો દ્વારા મેન્યુઅલી વેલ કાઢી નદી વિસ્તારમાં દવા છટકવ ની કામગીરી કરવામાં આવી રહી છે તથા ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઉ૫રાંત રેલનગર અને પો૫ટ૫રા વિસ્તારમાં કૂલ ૪ વાહન મારફતે વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન ઘ્વારા આઉટડોર ફોગીંગની કામગીરી કરાવવામાં આવી રહી છે.
ક્યુલેક્ષ પ્રકારના મચ્છરની ખાસિયત એ છે કે આ મચ્છરો ગંદા, પ્રદૂસિત પાણીમાં જ ઉછરવાનું પસંદ કરે છે. આ મચ્છરો સાંજના સમયે ઘરમાં ઘુસે છે અને અડધી રાત્રેકરડે છે.દિવસ દરમ્યાન આ મચ્છર ઘરના અંધારા ખૂણાઓ, ખાલી વાસણો કે ફર્નિચર નીચે ભરાઇ રહે છે અથવા ઘરની બહાર નીકળી જાય છે. જ્યારે વાતાવરણનું તાપમાન ૨૨ થી ૩૮ સે. જેટલું હોય અને ભેજનું પ્રમાણ ૭૦ ટકાની આસપાસ હોય તે કયુલેક્ષ મચ્છર માટે અનુકુળ વાતાવરણ હોય છે. માટે સવાર સાંજે ઘરના બારી બારણા બંઘ રાખવાથી મચ્છરના ત્રાસમાંથી રાહત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech