જયપુર ખાતે ઇકલી સાઉથ એશિયા તથા યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસ એઆઇડી)ના સંયુકત ઉપક્રમે સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન કિલન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ વિષયક સેમિનારમાં ભાગ લેવા રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ રાજકોટથી રવાના થયા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકા સહિત છ દેશમાં સુરક્ષિત, ભરોસાપાત્ર અને સ્થાયી ઉર્જાની સુલભતા વધારવાનો છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા તથા ઉપરોકત યુએસ એજન્સી સાથે એમઓયુ કર્યા છે. એમઓયુથી રાજકોટ મહાપાલિકા સાથે જોડાયેલા વિવિધ પાર્ટનરો; જેમ કે, ઈકલી સાઉથ એશિયા અને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો–ઓપરેશનની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેકટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્ર્રીય નેતૃત્વ કરતું રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્રારા સતત ક્રિટીકલ અર્બન સેકટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર કવોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. કેપેસિટીઝ પ્રોજેકટ થકી રાજકોટ માટે કલાઇમેટ રેસિલિયન્સની દિશામાં જુદા જુદા પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેર માટે કલાઈમેટ રેસિલિયન્ટ સિટી એકશન પ્લાન બનાવેલ છે. છેલ્લા ૨૦ વર્ષમાં દક્ષિણ એશિયાના ઊર્જા વપરાશમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. આ વિસ્તારમાં શહેરીકરણથી પ્રેરિત, ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં વીજળીની માંગમાં છેલ્લા બે દાયકામાં વાર્ષિક ધોરણે ૫ ટકાનો વધારો થઈ રહ્યો છે, જે વર્ષ ૨૦૫૦ સુધીમાં બમણો થવાની સંભાવના છે. જેમ જેમ શહેરોનો વિકાસ થતો જાય છે તેમ તેમ ઇમારતો, પરિવહન અને ઉધોગ જેવા ક્ષેત્રોમાં ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે, જે ગ્રીનહાઉસ ગેસ(જી.એચ.જી.)નાં ઉત્સર્જનમાં વધારો કરવામાં પ્રદાન કરે છે. આ ક્ષેત્રના શહેરો માટે તેમની મહત્વાકાંક્ષાઓ વધારવા અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન (એસઇટી) માટે વ્યૂહરચનાઓ અને કાર્યેાનો અમલ કરવા માટે નોંધપાત્ર તક અને આવશ્યકતા છે. શહેરી ઊર્જાની માંગને સસ્ટેનબલ રીતે સંચાલિત કરવા, શહેરોની નેટ ઝીરો લયો તરફની પ્રગતિને વેગ આપવા અને છેવટે રાષ્ટ્ર્રીય આબોહવા અને ઊર્જા લયોની સિદ્ધિમાં ફાળો આપવા માટે શહેરી સરકારો આવા પરિવર્તનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
દક્ષિણ એશિયા અને અમેરિકાનાં શહેરો વચ્ચે સહકાર સ્થાપિત કરવા અને સામુહિક ભાગીદારી માટે ઇકલી સાઉથ એશિયા તથા યુએસ એજન્સીના સંયુકત ઉપક્રમે રીજીઓનલ એનર્જી પાર્ટનરશીપ() કાર્યક્રમનું આયોજન રાજસ્થાનના જયપુર શહેર ખાતે તા.૨૨ અને તા.૨૩ ઓકટોબર,૨૦૨૪ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકા એમ કુલ ૬(છ) સુરક્ષિત, ભરોસાપાત્ર અને સ્થાયી ઊર્જાની સુલભતા વધારવાનો છે, જેથી આ દેશની આર્થિક અને ઊર્જા–સુરક્ષાની પ્રાથમિકતાઓને અનુપ વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓને મજબૂત કરી શકાય. યુએસ એજન્સી અને ઇકલી દક્ષિણ એશિયાના મદદથી આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયામાં સ્વચ્છ ઊર્જાના સંક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં, કાર્યલક્ષી વાર્તાલાપ પર ભાર મૂકવામાં આવે છે. આ કાર્યક્રમ થકી અધિકારીઓ અને વિશ્વભરના વરિ ઉર્જા નિષ્ણાંતો એક સાથે મચં પર આવશે અને કિલન એનર્જી જુદા જુદા દેશોની અધ્યતન સગવડની ની આપ–લે કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech