મેક્સીએ હંમેશા માટે સાથ છોડ્યો રશ્મિકા મંદાનાનો

  • July 17, 2024 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​રશ્મિકા મંદાના એનિમલ લવર છે. તેનો અંદાજ તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને સરળતાથી લગાવી શકાય છે. તે ઘણીવાર પ્રાણીઓ સાથે ફોટા શેર કરે છે. ક્યારેક તે ક્યૂટ બિલાડી સાથે મસ્તી કરતી જોવા મળે છે, તો ક્યારેક તે પાલતુ કૂતરા સાથે ફોટા શેર કરે છે. પરંતુ હવે તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કારણકે તેના પાલતુ કૂતરા મેક્સીએ દુનિયાને અલવિદા કહી દીધું છે.


રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પાલતુ કૂતરા મેક્સી સાથેનો ફોટો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે રેસ્ટ ઇન પીસ, મારા નાના અને શ્રેષ્ઠ છોકરા, અમે તને ખૂબ યાદ કરીશું. એનિમલ ડે હોય કે ચિલ્ડ્રન્સ ડે રશ્મિકા અવારનવાર તેના પાલતુ કૂતરા અને બિલાડીના ફોટા શેર કરતી રહે છે. એપ્રિલમાં તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા પ્રાણીઓ સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો હતો.


રશ્મિકાની ફિલ્મ વિશે વાત કરીએ તો હાલમાં તેના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. છેલ્લી વખત તે રણબીર કપૂર સાથે 'એનિમલ'માં જોવા મળી હતી. તેની ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે તે ટૂંક સમયમાં રાહુલ રવીન્દ્રની ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ'માં જોવા મળશે. તેની ફિલ્મ 30મી જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. આ પછી  તેની  અને અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' થિયેટરોમાં હિટ થશે, જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application