હળવદમાં માવઠાનો હાહાકાર: મીઠું પકવતા અગરિયાઓને કમોસમી વરસાદથી સોલાર પેનલમાં મોટું નુક્સાન

  • November 28, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ પંથકમાં હવામાન વિભાગની અગાહીના  પગલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો રવિવારે વહેલી સવારથી ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે હળવદ પંથકમાં અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો  અગરિયાઓ ખેડૂતો તેમજ આમ લોકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ નુકસાની સરકાર તરફથી સહાય મળે તેવી લોકોને માગણી ઉઠી છે સર્વત્ર કમોસમી માવઠાથી ભારે નુકશાન સર્જાયું છે ત્યારે હળવદમાં પણ કમોસમી માવઠાએ હાહાકાર મચાવ્યો હતો અને હળવદ શહેર અને તાલુકાના અનેક ગામોમાં વૃક્ષો તેમજ વીજપોલ અને મંડપ ધરાશાયી થવાના બનાવ સામે આવ્યા હતા તેમજ ખેડૂતોને પણ મોટા પ્રમાણ માં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયાઓને કમોસમી વરસાદથી સોલાર પેનલમાં મોટું નુક્સાન થયું છે. હળવદ તાલુકાના રણજીતગઠના કીડી,જોગડ, માનગઢ, ટીકર,માલણીયાદ,એજાર, સહિત અનેક ગામોના અગરીયાઓની સોલાર પેનલનો સોથ વાળી દીધો છે. મડપ ધરાશયી,તો કેટલીક જગ્યાએ વૃક્ષો થયા ધરાસાઈ થયા હતા તેમજ વધુ પવનના કારણે મકાનના અને સેડના પતરા ઉડી હતા.માલધારીના ૫ બકરા વિજળી પડતાં મોત નિપજ્યું હતું. અન્ય પરચુરણ નુકશાન પણ થયું હતું.જોકે આ તમામ બનાવમાં સદનસીબે જાનહાની થઇ ન હતી. તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી નુકસાનીનું  વળતર ચૂકવવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application