જૂનાગઢમાં નશા મુક્તિના કાર્યક્રમના નામે થયેલા કાર્યક્રમમાં કોમી વાતાવરણ ડહોળાય તેવું ઉશ્કેરણી જનક વક્તવ્ય કરનાર મૌલાના ની મુંબઈ થી ધરપકડ કરી આજે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો છે જૂનાગઢમાં ગત રાત્રિના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં નરસિંહ વિદ્યામંદિર ગ્રાઉન્ડમાં થયેલ એક આયોજનમાં વક્તા તરીકે મોલાનાએ કોમી વાતાવરણ ડહોળાય તેવું ઉશ્કેરણી જનક અને ભડકાવ ભાષણ આપ્યું હતું અને કાર્યક્રમ મંજૂરી કરતા વધુ સમય સુધી ચાલતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજક મહમદ યુસુફભાઈ હબીબભાઈ મલેક( જુનાગઢ), અઝીમ ઓડેદરા (જુનાગઢ) દ્વારા સભાનું આયોજન કરી કોમી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી કાર્યક્રમ અંગે માંગેલ મંજૂરી કરતા વધુ સમય સુધી ચલાવી અને નશાબંધી અંગેની જાગૃતિ બાબતેના કાર્યક્રમની આડમાં કાર્યક્રમ યોજી ગુન્હો કર્યા મામલે પોલીસ ખુદ ફરિયાદી બની હતીઅને નશામુક્તિના નામે કરાયેલ કાર્યક્રમના આયોજનમાં ઉશ્કેરણીજઙ્ગક વક્તવ્ય આપવા મામલે મૌલાના ની ધરપકડની તજવીજ હાથ ધરી હતી જે સંદર્ભે અમદાવાદ એટીએસ ઉપરાંત જૂનાગઢ પોલીસની ટીમ પણ મુંબઈ પહોંચી હતી ગઈકાલે જુનાગઢ પોલીસની ટીમે મુંબઈથી મૌલાના સલમાન અજહરીને તેના વક્તવ્ય દરમ્યાન ઉશ્કેરણી જનક અને ભડકાવ ભાષણ આપવા મામલે ધરપકડ કરી જુનાગઢ લાવવામાં આવ્યા હતા. ધરપકડને લઈ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને પોલીસની ટીમો બંદોબસ્ત ગોઠવી તપાસ કરવામાં આવી હતી. મુંબઈથી ઝડપાયેલા મૌલાના ને હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મૌલાના દ્વારા કરાયેલ વક્તવ્ય અંગેની પૂછપરછ ઉપરાંત અગાઉ ભડકાઉ ભાષણ આપ્યા છે કે કેમ તે સહિતના તમામ મુદ્દે એલસીબી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ સાથે કરવામાં આવી છે. વાતાવરણ ન ડહોળાય તે માટે પોલીસ દ્વારા મજેવડી દરવાજાથી ચિતાખાના ચોક સુધીના રસ્તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સમગ્ર મામલે એસપી દ્વારા ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલ વિગત મુજબ નરસિંહ વિદ્યામંદિર ગ્રાઉન્ડમાં વ્યસન મુક્તિ ના નામે કોમી વેમનસ્ય ફેલાઈ તેવા ભાષણ આપના મોલાનાની ધરપકડ કર્યા બાદ સોશિયલ મીડિયા માં કોઈપણ પ્રકારના બિનજરૂરી નિવેદન કે કોમેન્ટ ન કરવા અપીલ કરી હતી અને નિયમનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવા જણાવ્યું હતું પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા સહિતના એકાઉન્ટ પર પણ વોચ રાખી સમગ્ર કેસ મામલાની તપાસનો દોર એલસીબી ને સોંપવામાં આવ્યો છે અને તેના દ્વારા વધુ પૂછપરછ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech