રાજયમાં ૭ જિલ્લામાં ડીડીઓની જગ્યા ખાલી: આગામી સપ્તાહે આઈએએસમાં મોટાપાયે બદલીઓની શકયતા

  • January 20, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના વહીવટી તંત્રમાં બદલી કયારે? આ સતત પૂછાતા સવાલનો જવાબ આવતા જાન્યુઆરીને અંતે આવે તેવા એંધાણ છે. આવતા સાહમાં આઈએએસ બેડામાં મોટાપાયે બદલી આવી રહી છે. ગુજરાતમાં રાજકોટ સહિત ૭ જિલ્લ ાઓમાં આઈએએસ કેડરના જિલ્લા વિકાસ અધિકારીઓની અત્યતં મહત્વની કહી શકાય તેવી જગ્યાઓ ખાલી પડી છે. તાજેતરમાં સરકારે નવ મહાનગરપાલિકાઓની જાહેરાત કર્યા પછી ત્યાં મ્યુનિ. કમિશનર તરીકે જિલ્લા વિકાસ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. રાજકોટ ઉપરાંત ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ–ડાંગ, અરવ્વલીમાં જિલ્લા વિકાસ અધિકારીઓની જગ્યા ખાલી છે. આગામી દિવસોમાં જયારે બદલીના હત્પકમો થશે ત્યારે ૨૦૧૯ની બેચના આઈએએસ ્રઅધિકારીઓને ડીડીઓના પ્રમોશન મળે તેવું લાગે છે. અને ૨૦૧૬ની બેચના અધિકારીઓને જિલ્લા કલેકટર તરીકે મુકવામાં આવે તેવું લાગે છે. સચિવથી માંડી સચિવાલયના ટોચના અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે અને પ્રમોશન પણ લાંબા સમયથી ડયુ થયા હોવાથી ટૂંક સમયમાં હંત્પકમો કરવામાં આવશે. ગુજરાત સરકારની સૌથી મોટી સમસ્યા આઈએએસ અધિકારીઓની ખેંચની છે અનેક અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મોકલી દેવાયા છે. આ પરિસ્થિતિ નિવારવા માટે સરકારના મુખ્ય સચિવ દ્રારા યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુપએસસી)ને એક દરખાસ્ત મોકલીને સ્ટેટ કેડરના ૨૪ અધિકારીઓને આઈએએસમાં પ્રમોશન માટે ભલામણ કરવામાં આવી છે. જો આ ભલામણ મંજૂર થશે તો ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની ખેંચની સમસ્યા પુરી થઈ જશે.
અમદાવાદ કલેકટર સહિત કેટલાક કલેકટરોને પ્રમોશન આપવામાં આવ્યા છે. તો સાથોસાથ સચિવાલયમાં કેટલાક ડિપાર્ટમેન્ટ ના વડાઓની  જગ્યા પણ ખાલી છે. આ તમામ જગ્યા ઉપર પોસ્ટીગ કરવા માટે બદલીના મોટા પાયે હત્પકમ થાય તેવી શકયતા છે.  સચિવાલય સંકુલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ બદલીના હત્પકમો કદાચ ૨૬ મી જાન્યુઆરી પહેલા કરી દેવામાં આવશે.આ બદલીના હત્પકમો માં અમદાવાદ સહિત અનેક જિલ્લ ામાં નવા કલેકટર ની નિયુકિત થશે અને સચિવાલયમાં પણ અનેક સિનિયર અધિકારીઓની બદલી થશે જોકે આ બદલીનો ઓર્ડર  બે ડઝન થી પણ વધુ અધિકારીઓનો થાય તેવું હાલ લાગી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application