ગોંડલમાં છરીની અણીએ સરાજાહેર લૂંટ: બન્ને આરોપીની ધરપકડ કરાઈ

  • January 08, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલનાં ગુંદાળા ચોકડી પાસે સાંજનાં સુમારે લોકોની ચહલપહલ વચ્ચે બે બુકાનીધારીઓએ કરીયાણાની દુકાન માં ઘુસી છરીની અણીએ પચાસ હજારની લુંટ કરીહતી.લુંટ ચલાવી એક શખ્સ નાશી છુટો હતો યારે બીજાને વેપારીએ હિંમત દાખવી પકડી લઇ પોલીસને સોંપતા પોલીસે લુંટનો  ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. સમી સાંજે વેપારી પેઢીમાંથી સરાજાહેર લુંટ થતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રા વિગત મુજબ ગુંદાળારોડ ડેકોરા સીટીમાં રહેતા અને ગુંદાળા ચોકડી પર જલારામ આલુ ભંડાર નામે કરીયાણાની દુકાન ચલાવતા જીજ્ઞેશભાઇ તનસુખભાઇ બગડાઇ સાંજે સાતનાં સુમારે પોતાનાં પુત્ર કરણ પેઢીનું એકાઉન્ટ સંભાળતા રવિભાઈ સવાણી અને દુકાન માં કામ કરતા અન્ય લોકો સાથે માલસ્ટોકનું મેળવણું કરી રહ્યા હતા.ત્યારે દુકાન નાં પાછલા બારણેથી ધસી આવેલા બુકાનીધારી બે શખ્સોએ કરણ નાં ગળે છરી અડાળી ટેબલનાં ખાનામાં પડેલા પૈસાની માંગ કરી હતી.દરમિયાન એક શખ્સે ટેબલનું ખાનુ ખોલી તેમા પડેલા રોકડ પચાસ હજાર ની લુંટ કરી હતી.દરમિયાન જીજ્ઞેશભાઇએ બન્ને શખ્સોનો સામનો કરતા પીયા લઈ એક શખ્સ નાશી છુટો હતો.યારે બીજા શખ્સ ને પકડી લઇ બુકાની હટાવતા તે ભગવતપરામાં રહેતો સાહીલ હોય તેને બેસાડી દઇ પોલીસ ને જાણ કરી હતી. જપાજપીમાં જીજ્ઞેશભાઇ ને કપાળ તથા હાથનાં અંગુઠા પર છરીની ઇજા થઇ હતી.દરમિયાન આસપાસ નાં વેપારીઓ પણ એકઠાં થઇ ગયા હતા.
સાહીલ એકવર્ષ પહેલા જીજ્ઞેશભાઇ ની દુકાન માં કામ કરતો હતો.
પોલીસે સાહીલ ને પકડી તેની સાથેનાં લુંટ કરી નાશી છુટેલા શખ્સ ની શોધખોળ શ કરી ગણતરીની કલાકોમાં જ ઇનાયત કુરેશી રહે. વોરાકોટડા રોડ વાળાને ઝડપી લીધો હતો અને પિયા ૪૯,૫૦૦ કબજે કર્યા હતા.ઇનાયત અગાઉ ગોંડલ અને જેતપુર પોલીસનાં ચોપડે ચડી ચુકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application