\
રાજકોટમાં ગત વર્ષે મે માસમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં ૨૭ વ્યકિતનો ભોગ લેવાયો હતો. થોડા સમય પૂર્વે જ રાજકોટની ભાગોળે ગોપાલ નમકીનમાં પણ ભાયનક આગ લાગી હતી. આગની આ ઘટનાની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટના શહેરમાં ગઈકાલે બનવા પામી હતી. વાવડીમાં એક કારખાનામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી જેમાં ત્રણ શ્રમિકો દાઝી ગયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.
આગના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ રાત્રિના નવ વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનામાં આગ લાગી છે. જેથી મુખ્ય ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સત્યનારાયણ વેબ બ્રિજની પાછળ ઝા એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં આગ લાગી હોય અહીં પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પાણીનો મારો ચલાવી અંદાજિત અડધો કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગના આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં કારખાનામાં પ્રેસ મશીનમાં આગ લાગી હતી જેમાં તે સમયે ચાર શ્રમિકો કામ કરી રહ્યા હતા જે પૈકી ત્રણ શ્રમિકો દાઝી ગયા હતા જેમના નામ ઉદયરાજ પ્યારેલાલ યાદવ (ઉ.વ ૪૫) અને મગરે ભગવાનદાસ યાદવ (ઉ.વ ૩૦) હોય જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યારે અન્ય એક શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ત્રણેય શ્રમિકો મૂળ યુપીના હોય અને અહીં કારખાનામાં છેલ્લા ઘણા સમયથી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.આગની આ ઘટનાને લઇ કારખાનાના માલિક ચંદુભાઈ વિજયભાઈ ઝા પણ અહીં હાજર હોય તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, આગ કયાં કારણસર લાગી હતી તે જાણી શકાયું નથી તેમજ આગની આ ઘટનામાં કારખાનામાં કેટલું નુકસાન થયું હતું તેનો આંકડો પણ જાણવા મળ્યો નથી. સદભાગ્યે ફાયર બ્રિગેડની ટીમ તાકીદે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી.
આગ બુજાવવાની આ કામગીરીમાં ફાયર બ્રિગેડના જયપાલસિંહ, અજયભાઈ મકવાણા, અશ્વિનભાઈ, ગૌતમભાઈ અને સિકંદરભાઈ સહિતનાઓ સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech