મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેકટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગની આ ઘટનાના પગલે મેટોડા જીઆઈડીસી ઉપરાંત રાજકોટથી ૩ ફાયર ફાઈટર સહિત સાત ફાયર ફાઈટરો દ્રારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં પ્રોડકશન યુનિટમાં આગ લાગી હતી ગણતરીની મિનિટોમાં સમગ્ર યુનિટ આગની લપેટમાં આવી ગયું હતું. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હોય. કાલાવડ ફાયર સ્ટેશનને પણ જાણ કરી ત્યાંથી ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. હાલ ફાયરના સ્ટાફ દ્રારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનાના પગલે અહીં મોટી સંખ્યાંમાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મેટોડા જીઆઈડીસીમાં ગેઈન નં.૨ પાસે એફવિંગ રોડ પર આવેલી ગોપાલ નમકીનની ફેકટરીમાં આજરોજ બપોરના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટના અંગે જાણ થતાં ગોપાલ નમકીનના ચીફ મેનેજર નંદલાલભાઈ દ્રારા તુરતં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ મેટોડા જીઆઈડીસી ફાયર સ્ટેશનેથી ફાઈય ફાઈટર અહીં પહોંચ્યું હતું પરંતુ થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય. રાજકોટ ફાયર બ્રિગેડમાંથી રામાપીર, મવડી સહિત ત્રણ ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટરો આગ ઓલવવાની કામગીરી માટે મેટોડા રવાના કરવામાં આવ્યા હતા અને તેેમના દ્રારા પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કાલાવડ ફાયર સ્ટેશનની ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અહીં ફેકટરીમાં પ્રોડકશન યુનિટમાં આગ લાગી હતી જેણે થોડીવારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતાં પ્રોડકશન યુનિટમાં રહેલ તેલ સહિતનો સામાન સળગીને ભસ્મીભૂત થઈ ગયો હતોે. થોડી મિનિટોમાં જ સમગ્ર યુનિટ આગની લપેટમાં ખાક થઈ ગયું હતું. આગની આ ઘટનાના પગલે અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તો સ્થાનિક પોલીસ સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો.
આજે બુધવાર હોવાથી અહીં ફેકટરીમાં અન્ય યુનિટો બધં હોય પરંતુ પ્રોડકશન યુનિટ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી અહીં કર્મચારીઓ આજરોજ કામે આવ્યા હતા દરમિયાન બપોરના સુમારે આગની આ ઘટના બની હતી. જો કે, સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડ દ્રારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગનું વિકરાળ સ્વરૂપ જોતા તેને સંપૂર્ણપણે કાબુમાં લેવા કલાકો લાગી જશે તેવુ જણાઈ રહ્યું છે
રાજકોટ, શાપર, ગોંડલ, કાલાવડથી સાત ફાયર ફાઈટર દોડાવાયા
મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનમાં બનેલી આગની આ ઘટનાને લઈ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ મેટોડા જીઆઈડીસી ફાયરની ટીમ અહીં પહોંચ્યા બાદ જોતા આગ ખુબ જ વિકરાળ હોય તેને કાબુમાં લેવા માટે અન્ય ફાયર સ્ટેશનોમાં જાણ કરવામાં આવતા રાજકોટ, ગોંડલ, શાપર અને કાલાવડ સહિતના ૭ ફાયર ફાઈટરો અહીં પહોંચ્યા હતા. અહીં ૭ ફાયર ફાઈટર દ્રારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.
ભિષણ આગને લઈ મેજર કોલ અપાયો
મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં આજરોજ બપોરના પ્રોડકશન યુનિટમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાકિદે મેજર કોલ આપી દેવામાં આવ્યો હતો જેથી કરીને આગ પર તુરતં કાબુ મેળવી શકાય જરૂર પડયે બ્રિગેડ કોલ પણ આપવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.ગોપાલ નમકીનમાં હતી કે ધુંવાળાના ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech