ભગવતીપરાના મુસ્લિમ પરિવારની પડધરી નજીક સામૂહિક આત્મહત્યા ,સ્યુસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

  • May 22, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ભગવતીપરામાં રહેતા વૃધ્ધ મુસ્લિમ દંપતીએ યુવાન પુત્ર સાથે પડધરીના રામપર ગામના જંગલ વિસ્તારમાં દરગાહ નજીક ઓટો રિક્ષામાં પહોંચી ઝેરી ટીકડાઓ ખાઈને સામૂહિક આત્મહત્યા કરી લીધાની ઘટના પડધરી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસને હાથ લાગેલી સ્યૂસાઈડ નોટમાં આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યા સહિતનો ઉલ્લ ેખ કરાયો છે. કરૂણાંતિકાના પગલે મુસ્લિમ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રા વિગતો મુજબ પડધરીના રામપર ગામ પાસેના જંગલ વિસ્તારમાં દરગાહ પાસે ઓટો રિક્ષામાં મહિલા તથા બે પુરુષ બેશુધ્ધ હાલતમાં પડેલા હોવાની માહિતીના આધારે પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્રણેય બેશુધ્ધ વ્યકિતની સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ માગી હતી. ૧૦૮ના સ્ટાફે આવી જોઈ તપાસી ત્રણેયના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જીજે૦૩બીએકસ ૦૨૮૫ નંબરની ઓટો રિક્ષામાં રહેલા ત્રણેયની ઓળખ મેળવવા તેમની પાસે રહેલી વસ્તુઓ ફોન મારફતે તપાસ કરતા ત્રણેય રાજકોટના ભગવતીપરામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ત્રણેયની ઓળખ મળી હતી. ભગતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ ઉ.વ.૬૨ તેમના પત્ની ફરીદાબેન કાદરભાઈ ઉ.વ.૫૮ તથા યુવાન પુત્ર આસિફ ઉ.વ.૩૫ હોવાનું અને ઓટો રિક્ષા ચલાવતા હતા.

રામપર ગામ પાસેની દરગાહે દિદાર કરવા આવતા હોવાથી આ જગ્યાથી પરિચિત હોય અને ત્રણેય ઓટો રિક્ષામાં જ અહીં પહોંચ્યા હતા. ત્રણેયે મળીને ઝેરી ટીકડા ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. પીએસઆઈ જી.જે.ઝાલા તથા ટીમે હાથ ધરેલી તપાસમાં મૃતકના કબજામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેમણે આર્થિક ભીંસથી કંટાળીને પગલું ભર્યાનો ઉલ્લ ેખ કરેલો છે.

સ્યૂસાઈડ નોટ આધારે પોલીસે હાલ તો આર્થિક ભીંસ હોવાનું કારણ દર્શાવ્યું છે. આમ છતાં મૃતકના મોબાઈલ ફોનની ડિટેઈલ, પરિવારજનોની પૂછતાછમાં આવું પગલું ભરવા પાછળ કોઈ લેણદાર કે આવા કોઈ વ્યકિતની હેરાનગતિ, ધાકધમકી જવાબદાર નથીને? તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે.ત્રણેયના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હતા. પીએમ રિપોર્ટમાં પણ પ્રાથમિક તબક્કે ઝેરી દવા પીવાનું કારણ આવતા પોલીસે આત્મહત્યા હોવાનું સ્પષ્ટ્ર કરી એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

એ ખુદા હમારી ગલતી માફ કરના, હમે જન્નત બક્ષ દેના
મૃતક પાસેથી મળી આવેલી સ્યૂસાઈડ નોટ પોલીસે કબજે લીધી હતી. જેમાં એવા શબ્દો ઉલ્લ ેખાયા હતા કે આર્થિક ભીંસના કારણે પગલું ભરીએ છીએ બીજા કોઈનો કોઈ રોલ નથી એ ખુદા હમારી અબતક કી જો ગલતી હો તો માફ કરના હમે જન્નત બક્ષ દેના આવા શબ્દો ઉચ્ચારાયા હતા. ચીઠ્ઠી પછી સમજાય છે કે, આત્મહત્યા પાછળ કોઈની દુષ્પ્રેરણા ન હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application