જામનગરના એસ્ટેટ બ્રોકર પર મસીતીયાના શખ્સે લોખંડનો પાઇપ ફટકરી હાથ ભાંગી નાખ્યો

  • April 01, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તું કેમ મારા વિરોધીઓ સાથે ફરે છે અને ખુન્નસ ભરી નજરોથી જુએ છે, તેમ કહી માર માર્યાની પોલીસ ફરિયાદ


જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર યુવાન પર મસ્તીના એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આરોપીએ આવીને કહ્યું હતું, કે તું કેમ મારા વિરોધીઓ સાથે ફરે છે, તેમજ મારી સામે ખુન્નસ ભરી નજરે જુએ છે, તેમ કહી માર માર્યો હતો.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોરકંડા રોડ પર રબારી પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા અને એસ્ટેટ બ્રોકર તરીકેનું કામ કરતા સબીર હનીફભાઈ માજોઠી નામના ૨૩ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડનો ફટકારી હાથનું કાંડુ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે મસિતિયા ગામના આદમ ઉર્ફે વીંછી જુસબભાઈ ખફી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના મિત્રો સાથે બેઠો હતો, જે દરમિયાન આરોપી પોતાના બાઈકમાં લોખંડનો પાઇપ લઈને ધસી આવ્યો હતો, અને તું કેમ મારા વિરોધીઓ સાથે ફરે છે અને મારી સામે ખુનસ ભરી નજરે શુ કામ જુએ છે? તેમ કહી અચાનક હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application