સોની વેપારીઓના ૫૦૦ ગ્રામ દાગીના લઈ મારવાડી કારીગર ગાયબ

  • February 23, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અને ગોંડલના સોની બજાર ની બે પેઢી માંથી મારવાડી કારીગર ૫૦૦ ગ્રામ સોનાના દાગીના લઈને ભાગી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે ફરિયાદ નોંધવા પેઢીના માલિકે તજવીજ હાથ ધરી છે.સોની બજારમાંથી સામાન્ય રીતે બંગાળી કારીગરો ઝવેરીઓનું લઈને ભાગી જતા હોય તેવી ફરિયાદો અવારનવાર બનતી હોય છે પરંતુ આ વખતે બંગાળી ના બદલે મારવાડી કારીગર કે જેને જડતર નાખવા માટે સોનાના દાગીના આપ્યા હતા તે ૫૦૦ ગ્રામ આશરે ૩૫ લાખથી વધુ કિંમત ના દાગીના લઈને નાસી છૂટો હોવાની જાણ પેઢીના સંચાલક ને થતા તેણે પોલીસમાં અરજી કરી છે અને હવે ફરિયાદ નોંધાવા માટે તજવીજ હાથ ધરી છે.

વધુમાં મળતી વિગત મુજબ ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં આવેલા પ્રિયા નવનીત ગોલ્ડ અને શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી પ્રભુકૃપા વેલર્સ ના શોમ ધારકે મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના નજીકના ગામનો રહેવાસી અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહી જડતર નું કામ કરતો કારીગર મનોજકુમાર શર્માને આ બંને ઝવેરીઓએ બનેલા દાગીના બાદ તેમાં જડતરના ધડામણ માટે અલગ અલગ દાગીનાઓ આપ્યા હતા.

૫૦૦ ગ્રામ જેટલાં સોનાના દાગીના પરત આપવા માટે વેપારીઓ સુધી આ કારીગર ન પહોંચતા તપાસ કરતા વેપારીઓને જાણ થઈ કે આ મારવાડી કારીગર દાગીના લઈને છનન થઈ ગયો છે. આથી સોની વેપારીઓએ આ અંગેની પોલીસને જાણ કરી છે.
રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો તો સૌથી વધારે છે યારે મારવાડી કારીગરો દાગીનામાં જડતરનું કામ કરવા માટે રાજકોટની સોની બજારમાં આવતા હોય છે બિકાનેરના જડતર ના દાગીના લોકપ્રિય હોય છે આથી જડતર માટે અહીં કારીગરોને બોલાવવામાં આવતા હોય છે જેને ઝડિયા તરીકે ઓળખવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application