દક્ષિણ કોરિયાના રાજકારણમાં છેલ્લા કેટલાક કલાકોમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. રાષ્ટ્ર્રપતિએ ગઈકાલે મોડી રાત્રે અચાનક દેશમાં ઇમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ છ કલાક બાદ તેમણે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ યુન સુક યેઓલે ગઈકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યે રાષ્ટ્ર્રને સંબોધિત કયુ. આ દરમિયાન તેમણે દેશમાં ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ માટે વિપક્ષને જવાબદાર ગણાવતા કહ્યું કે તે સરકારને પછાડવાની કોશિષ કરી રહ્યું છે.
રાષ્ટ્ર્રપતિ યોલેએ કહ્યું કે વિપક્ષ રાષ્ટ્ર્ર વિરોધી કાર્ય કરી રહ્યું છે અને ઉત્તર કોરિયાના એજન્ડા પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાના સામ્યવાદી દળોના જોખમોથી દક્ષિણ કોરિયાને બચાવવા અને રાષ્ટ્ર્રવિરોધી તત્વોને ખતમ કરવા માટે હત્પં ઈમરજન્સી માર્શલ લો જાહેર કં છું. તેમણે દેશની સ્વતત્રં અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરી ગણાવ્યું હતું.
રાષ્ટ્ર્રપતિએ માર્શલ લો કમાન્ડર તરીકે માર્શલ લો કમાન્ડર તરીકે નિમણૂક કરી, જેણે તમામ રાજકીય પ્રવૃત્તિઓ, રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબધં મૂકયો હતો. આ જાહેરાત સાથે જ વિપક્ષ સહિત દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. માત્ર વિપક્ષ જ નહીં પરંતુ રાષ્ટ્ર્રપતિની પીપલ્સ પાવર પાર્ટીના સાંસદોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યેા હતો. પક્ષના અગ્રણી નેતા હાન ડોંગ હને સખત વાંધો વ્યકત કર્યેા હતો. વિપક્ષી નેતાએ લોકોને સંસદની બહાર એકઠા થવા કહ્યું. થોડી જ વારમાં હજારો લોકો સંસદની બહાર એકઠા થઈ ગયા. આ સમય દરમિયાન, લશ્કરી કાયદાનો અતં લાવવા અને સરમુખત્યારશાહીને હટાવવાના નારા ગુંજવા લાગ્યા.
આ વિકટ પરિસ્થિતિ જોઈને પોલીસે સંસદ પરિસરને ઘેરી લીધું હતું. પરંતુ ઘણા વિપક્ષી નેતાઓ બેરિકેડ ઓળંગીને બારીઓમાંથી સંસદ સંકુલમાં પ્રવેશ્યા હતા. વિપક્ષના સાંસદોએ પણ સંસદને ઘેરી લીધી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ સૈન્યના વાહનોને રસ્તાઓ પર રોકવાનું શ કયુ અને સેના દ્રારા લગાવવામાં આવેલા બેરિકેડસને હટાવવાનું શ કયુ. ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્ર્રપતિ યોલેની આ જાહેરાત પછી તરત જ, દેશની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ તેના સાંસદોને એકત્ર કરવાનું શ કયુ. આ દરમિયાન પાર્ટીની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્ર્રપતિ દ્રારા લેવામાં આવેલા પગલાં અને સરકાર દ્રારા લાદવામાં આવેલા નિયંત્રણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ કહ્યું કે માર્શલ લોની ઘોષણા ગેરબંધારણીય છે.
દેશમાં કટોકટી માર્શલ લો લાદવામાં આવ્યા પછી, સંસદસભ્યોએ નેશનલ એસેમ્બલીમાં તેના પર મતદાન કરવા માટે એકજુટ થઈ વિધાનસભામાં મતદાન કયુ હતું, જેમાં ૩૦૦ માંથી ૧૯૦ સાંસદોએ માર્શલ લોના વિરોધમાં મતદાન કયુ હતું. નેશનલ એસેમ્બલીએ માર્શલ લો વિદ્ધ મતદાન કર્યા પછી, રાષ્ટ્ર્રપતિ યોલે તાત્કાલિક અસરથી આ નિર્ણય પાછો ખેંચી લેવો પડો હતો. બંધારણ હેઠળ રાષ્ટ્ર્રપતિએ સંસદના નિર્ણયોનું પાલન કરવાનું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech