સમુહ લગ્નની પરંપરા છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ સમૂહ લગ્ન જો યોગ્ય રીતે હાથ ધરવામાં આવે તો તેનો લાભ ખરા અર્થમાં નવયુગલોને મળતો હોય છે. રાજ્યના ખમીરવંતા લોકો, સમાજસેવા પ્રેમી લોકો સમૂહ લગ્નનું ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. રાજકોટના જે.એમ.જે ગ્રુપ્ના મયુરધ્વજસિંહ જાડેજા પણ તેરા તુજકો અર્પણ ના વાક્યને ચરિતાર્થ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઈશ્વર દ્વારા જે તેમને મળ્યું છે તે નો વધુને વધુ ઉપયોગ સમાજ સેવામાં થાય તે જરૂરી છે. તેમના દ્વારા રવિવાર તારીખ 7 એપ્રિલના રોજ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.
તેમને જણાવ્યું હતું કે દીકરીઓને 41 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં રાખવામાં આવી છે જેમાં સોનાની ચુક, ચાંદીના સાંકડા તથા ઘરવખરીની તમામ ચીજો નો સમાવેશ થયો છે.
મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આશરે સવા સોથી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા ટોચ લેવલના અધિકારીઓ પણ હાજર રહેશે અને નવયુગલોને આશીવર્દિ આપશે. તેઓએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોરબંદર ખાતે એક સમૂહ લગ્નમાં ગયા ત્યારે તે આયોજનનો એક અલગ જ માહોલ ઊભો થયો હતો અને ગરીબ દીકરીઓમાં એક રાજીપો અને હાશકારો પણ નજરે પડતો હતો. એટલું જ નહીં માતા પિતાની જાણે ચિંતા દૂર થઈ હોય તેવું પણ ચિત્ર સામે આવ્યું હતું અને એ જ કિસ્સો પ્રેરણા સ્વરૂપ નીવડીઓ અને સમૂહ લગ્ન કરવાનું આયોજન હાથ ધરાયું. તેઓ ઉમેર્યું હતું કે સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત થાય તે માટે તેઓએ પણ સમુહલગ્નમાં જ લગ્ન કયર્િ હતા. અત્યાર સુધી જે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમાં 188 દીકરીઓને પરણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે તેમની આર્થિક શક્તિને ધ્યાને લઈ તેઓ આવનારા દિવસોમાં પણ ગરીબ ઘરની દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે તેમના પરિવાર દ્વારા અને વ્યક્તિગત તેમના દ્વારા પણ કોઈ દિવસ સંખ્યાને ધ્યાને લઈ સમુહ લગ્નનું આયોજન કર્યું નથી જેમ દીકરીઓની જરૂરિયાત વતર્ઈિ તે મુજબ જ દીકરીઓની પસંદગી કરવામાં આવતી હોય છે
તેમના દ્વારા આયોજિત સમૂહ લગ્નની વિશેષતા એ જ છે કે તેઓ ડેકોરેશન કે હાઈફાઈ ખર્ચ નથી કરતા અને એ ખર્ચ ન કરવાથી જે રૂપિયાની બચત થાય છે તે કરિયાવરમાં તેનો ઉપયોગ કરાય છે જેથી નવયુગલોને તેનો મહત્તમ લાભ મળી શકે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ક્ષત્રિય કુળ થી જોડાયેલા છે અને પરિણામ સ્વરૂપે તેઓ નાતજાતના ભેદભાવને ભૂલી સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે મહત્તમ લોકોને કઈ રીતે ઉપયોગી સાબિત થાય અને તેમની જરૂરિયાત કઈ રીતે પૂર્ણ થાય. આ કાર્ય કરવા બદલ તેમને પણ ઘણો ખરો આનંદ પણ મળે છે.
સમૂહ લગ્ન માટે દર વર્ષે 200 જેટલા નામ આવે છે
સમૂહ લગ્ન માટે મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા એક વિશેષ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ દીકરી તથા દીકરાની આવક 10,000 થી વધુની ન હોવી જોઈએ, પોતાનું ઘર ન હોવું જોઈએ, સરકારી નોકરી ન હોવી જોઈએ, વિધર્મી સાથે અથવા તો અન્ય કોઈ જ્ઞાતિ સાથે લગ્ન થયા ન હોવા જોઈએ, છૂટાછેડા ન થયા હોવા જોઈએ, તેમની પાસે કોઈપણ ફોરવીલ પણ હોવી ન જોઈએ. તો આ ક્રાઈટેરિયામાં નવયુગલો ફીટ થતા હોય તો તેમની સમૂહ લગ્ન માટે પસંદગી કરવામાં આવે છે. સમૂહ લગ્ન માટે દર વર્ષે 200 થી વધુ અરજીઓ આવે છે અને ક્રાઈટેરિયા મુજબનું સિલેક્શન કયર્િ બાદ જ તેમની પસંદગી કરવામાં આવે છે.
ક્ષત્રિય ધર્મ એ પ્રજાને રક્ષણ આપવાનો ધર્મ છે
ક્ષત્રિય ધર્મ એ પ્રજાને રક્ષણ આપવાનો ધર્મ છે. ત્યારે ક્ષત્રિય સમાજના લોકો મહત્તમ લોકોને કઈ રીતે રક્ષણ આપી શકે તે દિશામાં જ તેઓ કાર્યકતર્િ હોય છે બીજી તરફ ક્ષત્રિય સમાજ સમાન દ્રષ્ટિ રાખવા માટે હર હંમેશ જાણીતો છે. ત્યારે સમૂહ લગ્ન પણ એક એવી જ પ્રણાલી છે જેનો પરિવાર દ્વારા પણ સહજ ભાવે સ્વીકારવામાં આવ્યો છે . ક્ષત્રિય સમાજ માટે કોઈ જ્ઞાતિનું બંધન હોતું નથી અને બધાને એક નજરે જ જોવામાં આવે છે અને લોકોની સેવા કરવી એ જ સાચો ક્ષત્રિય ધર્મ પણ માનવામાં આવે છે.
સમૂહ લગ્ન એ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે: મયુરધ્વજસિંહ જાડેજા
સમૂહ લગ્નના આયોજક મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એક સમાજની શ્રેષ્ઠ સુવિધા છે. કારણ કે જ્યારે કોઈ બાપ તેમના દીકરા અથવા તો દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ પોતાના હાથ ઉપર લાખો રૂપિયા રાખવા પડે છે અને પરિણામ સ્વરૂપે તે પહોંચી ન વળતા વ્યાજના ચક્રમાં પણ ચડી જાય છે. ત્યારે આ પ્રકારની દેખાદેખી ન કરવામાં આવે અને ખર્ચ ઉપર નિયંત્રણ રખાય તે હેતુસર સમુહ લગ્ન સમાજની શ્રેષ્ઠ સુવિધા છે.
લગ્ન બાદ પણ યુગલોની મૂંઝવણને દૂર કરવામાં આવે છે
મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ ઘણા યુગલોને નાના નાના પ્રશ્નો સતાવતા હોય છે અને તેમના દ્વારા એ પ્રશ્નનું ત્વરિત નિવારણ પણ આપવામાં આવતું હોય છે કારણ કે જ્યારે એ પ્રશ્નના ઊંડાણમાં અને મૂળ્યા સુધી પહોંચવામાં આવે તો તે વાતમાં સહેજ પણ દમ હોતો નથી માત્ર ક્યાંક ને ક્યાંક ઈગો સહિતના પ્રશ્નો જ જીવનમાં અડચણ ઊભી કરે છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, નવ યુગલઓએ હરહરમેશ જતું કરવાની ભાવના રાખવી જોઈએ અને મા બાપ્ને સાચવવાની ફરજ નિભાવી જોઈએ જો નવયુગલો આટલું કરતા થાય તો તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉદભવશે નહીં તે વાત નક્કી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech