મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મારો માછીમાર બંધુ આલ્બમનું વિમોચન કર્યું હતુ તથા તેના સર્જકની પુત્રીઓ ધૃતિ અને ભક્તિએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હમેંશા "નમસ્તે સદા વત્સલે માતૃભુમે" માટે તત્પર હોય છે. એવા, સંઘના સ્વયંસેવક અને ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના ક્ધવીનર એવા પોરબંદરના મહેન્દ્રભાઈ જુંગી ગઈ લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત પ્રચારઅર્થે ગુજરાત રાજયના વિશાળ દરિયા કાંઠે આવેલ શહેર તેમજ ગ્રામ્ય તે ઉપરાંત નદી કાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારમાં માછીમાર બંધુઓનો જનસંપર્ક રૂબરૂ કરીને દરિયા જેવડું મોટું મન રાખીને "રાષ્ટ્ર જ પ્રથમ "એવી ભાવના રાખીને ભાજપ પક્ષનો પ્રચાર કરેલ હતો.તેના ફળરૂપે માછીમાર બંધુએ દરિયા દિલ રાખી ભાજપ પ્રેરિત મતદાન કર્યું હતુ,પોરબંદરથી મહેન્દ્રભાઈ જુંગી તેમના નિવાસસ્થાને થી માતા - પિતા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના આશીર્વાદ તેમજ મનસુખભાઈ માંડવીયા, રત્નાકર,રજનીભાઇ પટેલ,વિનોદભાઈ ચાવડાનું માર્ગદર્શન લઈ, બીમાર પિતાની જવાબદારી તેમના માતા જશોદાબેન તેમજ નાનાભાઈ દીપકભાઈ જુંગીને સોંપીને રાષ્ટ્ર સેવા કરવા નીકળ્યા હતા.૯૫૦૦ કિ.મી. લાંબો, ૨૫ દિવસ, ૨૫ જિલ્લાનો પ્રવાસ, ૧૪૧ થી વધુ માછીમાર બંધુ સાથે બેઠકો તેમજ વ્યક્તિગત કી વોટરની સાથે મુલાકાત કરી હતી.માછીમાર બંધુને પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના વિકાસની ગાથા તેમજ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની માછીમારો માટેની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ માછીમારોની વેદનાઓ જાણી સમજી અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથે મળી ઉચ્ચ રજુઆત પણ કરેલ હતી.મુખ્યમંત્રી ઓફિસ ગાંધીનગર ખાતે મહેન્દ્રભાઈ જુંગીએ પરિવાર સાથે મળી, મુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે "મારો માછીમાર બંધુ મારો અનુભવ" ફોટોગ્રાફ સાથે આલ્બમનું વિમોચન કરેલ હતું .ત્યારબાદ ગુજરાત માછીમાર બંધુ તરફથી મહેન્દ્રભાઈ જુંગી, રેખાબેન મહેન્દ્ર જુંગી, તેમની પુત્રીઓ ધૃતિબેન અને ભક્તિબેને ભુપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી હતી. રક્ષાબંધનના આ પવિત્ર તહેવારે ભુપેન્દ્રભાઇ પટેલે હૃદયપુર્વકના આશીર્વાદ આપેલ કે હંમેશા ખુશ રહો અને જીવનના તમામ સપનાઓ સાકાર થાય. દરિયાદેવ તમારા જીવનનો દરેક દિવસ આનંદ, સ્વસ્થતા, અને સમૃદ્ધિથી ભરેલો રાખે.જીવનમાં તમને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભગવાન તમને લાંબુ આયુષ્ય, સફળતા, અને સુખમય જીવન આપે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech