માંગરોળ બંદર વિસ્તારમાં મરિન ટાસ્ક ફોર્સ તૈનાત: તત્રં દ્રારા મોક ડિ્રલ

  • May 10, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ દેશમાં યુદ્ધની સ્થિતિ છે જેથી સરકાર દ્રારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર વિસ્તારમાં પણ ચાપતો બંદોબસ્ત રખાયો છે માંગરોળ બંદર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો તૈનાત રખાયા છે અને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.કલેકટરના અધ્યક્ષ સ્થાને સરપચં તલાટી અને માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજાઇ હતી આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે તે માટે મોક ડ્રીલ કરવામાં આવી હતી. ખલાસીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કાશ્મીરમાં આંતકવાદી હત્પમલાબાદ ભારતે પાકિસ્તાનમાં સ્ટ્રાઈક કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનનો હત્પમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. એર સ્ટ્રાઈક દ્રારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત સડ કરવામાં આવ્યો છે માંગરોળ બંદર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ ના કમાન્ડો દ્રારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને દરિયાઈ સુરક્ષા અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી માછીમારી કરતાં તમામ માછીમારોને પરત ફરવા આદેશ કરાયા છે અને લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ સુરક્ષા અન્વયે ચાપતો બંદોબસ્ત રખાયો છે.બીજી તરફ લોકોને જાગૃતિ આવે તે માટે તત્રં દ્રારા મોકડ્રીલ  કરવામાં આવી હતી. અને અનિચ્છનીય બનાવ કે આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેની સામે કેવી રીતે બચવું તે અંગે જણાવવામાં આવ્યું હતું.હાલ માંગરોળ મરીન પોલીસ દ્રારા દરિયામાંથી પરત ફરતી તમામ બોટનું ચેકિંગ કરી રહી છે અને માછીમારોને માછીમારી ન કરવા પણ આદેશ કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application