ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાતા તેમાં ઘણાં વોર્ડમાં અપસેટ સર્જાયા છે. ઘણાં મોટામાથાઓને મતદારોએ ઘરભેગા કરી દીધા છે અને કયાંક મોટામાથાની ગેરહાજરીને કારણે ઉમેદવારોને હારનો પણ સામનો કરવો પડયો છે. પ્રથમ આંચકો વોર્ડ નં.૩માં ભાજપને એવો લાગ્યો છે કે, તેના પડઘા આગામી ધારાસભામાં પણ પડી શકે છે. વોર્ડ નં.૩માં ભાજપના પુર્વ પ્રમુખ, પુર્વ મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી, શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ, અનુ.જનજાતિ મોરચાના મહામંત્રી, પ્રદેશ અગ્રણી, જિલ્લ ા મહિલા મોરચાના કાર્યાલય મંત્રી, પુર્વ મંત્રી સહિત ભાજપના નેતાઓ રહેતા હોવા છતાં ભાજપના ઉમેદવાર કાલરીયાને ૩૨૩ અને વાઘેલાને ૨૯૪ મત મળ્યા હતા. જયારે અપક્ષ ઉમેદવાર જાડેજાને ૨૫૬૫ જેટલા માતબર મત મળ્યા હતા. વોર્ડ નં.૪માં જિલ્લ ા ભાજપના ઉપપ્રમુખ, નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને પ્રદેશ મહિલા મોરચાના પુર્વ કારોબારીના સભ્ય સહિત આગેવાનો રહેતા હોય છતાં ભાજપની પેનલ તુટી હતી. જયારે મોટો અપસેટ સર્જી ત્યાં અપક્ષ મુસ્લિમ ઉમેદવાર વિજેતા બન્યા છે. વોર્ડ નં.૫માં સૌથી મોટો અપસેટ સર્જાયો છે તેમાં સીપીએમ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ડાયાભાઈ ગજેરા, ઉપલેટા જુથ મંડળીના પ્રમુખ, ઉપલેટા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તેમજ સામાજીક સંસ્થામાં ઘણી જવાબદારી નિભાવતા હોવા છતાં તેની કારમી હાર થવા પામી છે. આ જ વોર્ડમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ ડેરના પુત્રને પણ હારનો સામનો કરવો પડયો છે. આ વોર્ડમાં કોંગ્રસના પુર્વ ધારાસભ્યનું ભારે વર્ચસ્વ છે છતાં કોંગ્રેસનો સફાયો મતદારોએ કર્યેા હતો. વોર્ડ નં.૭માં શહેર કોંગ્રેસના મહામંત્રી કમલેશ વ્યાસને ચારેય ઉમેદવારો જીતવાની જવાબદારી હોવા છતાં ત્યાં કોંગ્રેસની પેનલનો સફાયો થતાં નૈતિક જવાબદારી સ્વીકારી મહામંત્રી તરીકે રાજીનામુ ધરી દીધું હતું. વોર્ડ નં.૮માં ભાજપની પેનલ હારી જતાં ત્યાં ભાજપના સિનિયરોને જવાબદારી સોંપવાને બદલે નવા નીશાળીયાઓને જવાબદારી સોંપી હતી. તેમજ પુર્વ નગરપતિનું આ વોર્ડમાં ભારે વર્ચસ્વ હતું પણ તેમની જગ્યાએ અન્યને ટીકીટ આપતા મતદારોએ જાકારો આપ્યો છે. વોર્ડ નં.૯ કોંગ્રેસનો આદિકાળથી ગઢ ગણાય છે. આ વોર્ડમાં છેલ્લ ા બે દાયકાથી સેવાભાવી રજાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈનું ભારે વર્ચસ્વ છે. એક સમયે સ્વ. વિઠલભાઈ રાદડીયા પણ આ વોર્ડમાં બાવલાભાઈની વાતને ધ્યાનમાં રાખી આગળ વધતા પણ છેલ્લ ા ઘણાં સમયથી પુર્વ ધારાસભ્ય સહિતનાઓ તન વિશ્ર્વાસમાં લીધા વગર નિર્ણયો લેતા અને ટીકીટની વહેંચણી વખતે વિશ્ર્વાસમાં લીધા વગર નિર્ણય લેતાં કોંગ્રેસને ભોગવવાનો વારો આવ્યો છે અને સૌથી નવા નિશાળીયા એઆઈએમઆઈએમના ઈમરાન ઈકબાલ મીરજાનો જવલતં વિજય થતાં ત્યાં મુસ્લિમ સમાજના મોટા ચહેરાઓને હાર મળી છે અને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. એકંદરે કોંગ્રેસના ઉમેદવારો રામભરોસે જીત્યા છે. કોઈ નેતાએ કાર્યકરોને પુછવાની દરકાર લીધી ન હતી. સામે ભ્રષ્ટ્રાચારના મુદ્દાઓ હોવા છતાં મૌન ધારણ કરી લીધેલ છે તેથી કોંગ્રેસનો સફાયો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech