પૂરના ફરી વળેલા પાણીથી ગ્રામ્યપંથકના અનેક રસ્તાનું નીકળી ગયું નીકંદન

  • August 30, 2024 03:11 PM 


પોરબંદરના ગ્રામ્યપંથકમાં અનેક રસ્તાનું ધોવાણ થઇ જતા તંત્ર દ્વારા હવે તેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ થઇ છે.
પોરબંદરમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ગ્રામ્યપંથકમાં મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયુ છે. જેમાં પારાવાડાથી ભોમીયાવદર જતા રસ્તે પુલ સંપૂર્ણપણે નાશ પામ્યો છે તેથી ગ્રામ્યપંથકના લોકોને અવરજવરમાં પણ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એજ રીતે રાણાકંડોરણાથી ભોડદર જતા રસ્તા ઉપર પણ ખુબ મોટુ નુકશાન થયુ હોવાથી જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્યપંથકમાં ખૂબજ મોટીમાત્રામાં રસ્તાઓ ધોવાઇ ગયા છે ત્યારે તંત્ર દ્વારા તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application