માંડાડુંગર નજીકની રહેણાંક વસાહતોમાં અનેકની આંખો બળવા લાગી, શ્વાસ રૂંધાવા લાગતા અફડાતફડી

  • September 27, 2023 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક ગત મોડી સાંજ બાદ અચાનક જ ત્યાંની રહેવાસી વસાહતોમાં વસતા અસંખ્ય લોકોની આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં ભારે મુશ્કેલી સર્જાતા અફડાતફડી મચી ગઈ હતી. કેમિકલયુકત પાઉડર પર વરસાદી પાણી પડતા હવામાં ફેલાયેલા એમોનિયા ગેસ, ધૂમાડાના કારણે સ્થિતિ વણસી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીમારો ચલાવી પાઉડરનું ધોવાણ કરીને ગેસ હવામાં ફેલાતો અટકાવ્યો હતો. જો કે, વિસ્તારવાસીઓએ કલાકારો સુધી યાતના ભોગવવી પડી હતી. નજીકમાં રહેલી ઔધોગિક વસાહતમાંથી કોઈ વેસ્ટ કેમિકલ પાઉડર યોગ્ય નિકાલના બદલે આવી રીતે ખુલ્લો છોડી જતાં આવી સ્થિતિ બની હોવાનો તંત્રનો અંદાજ છે.


પ્રા માહિતી મુજબ ગઈકાલે મોડી સાંજ બાદ રાત્રે આઠેક વાગ્યાના સુમારે માંડાડુંગર નજીક હવામાં ધૂમાડાના ગોટા ફેલાયા હતા અને તીવ્ર ગધં આવવાની સાથે નજીકમાં આવેલી રહેણાંકો વસાહતોમાં રહેતા પરિવારોની આંખોમાં સખત બળતરા અને થોડા સમય બાદ શ્ર્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી. તંત્રને જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો, પોલીસ સહિતના દોડી ગયા હતા. માંડાડુગર પાસે પડેલા પાઉડરમાંથી ધૂમાડાના ગોટા નીકળતા હતા. હવામાં આ ધૂમાડા ફેલાતા હોવાથી આંખોમાં બળતરા અને શ્ર્વાસોશ્ર્વાસમાં મુશ્કેલી ઉદભવતી હતી. નજીકની ચારથી પાંચ રહેવાસી વસાહતોના અનેક લોકો ઘરના દરવાજા બધં કરી અંદર પુરાયેલા રહ્યા હતા.



ગઈકાલે વરસાદ પડવાના કારણે ખુલ્લામાં પડેલા આ પાઉડર પર પાણીના છાંટા પડતા અંદરથી કેમિકલયુકત ધૂમાડાના ગોટા એમોનિયા ગેસ છૂટવા લાગ્યો હતો. જેને લઈને આ મુશ્કેલી ઉદભવી હતી. કેમિકલનો કઈં રીતે નાશ કરવો કેમિકલ પાઉડર શું છે? તે નક્કી કરવા માટે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના જાણકાર અધિકારીઓ, ટીમની મદદ લેવાઈ હતી. તેમણે એમોનિયા હોવાનો અભિપ્રાય આપતા અને પાઉડર પર સતત પાણીમારો ચલાવવામાં આવશે તો પાઉડર મદં પડી જશે કે એમોનિયાનો નાશ થશેનું સૂચન અપાયું હતું. ત્યારબાદ ફાયરબ્રિગેડ સ્ટાફે આ પાઉડરના ઢગ પર પાણીનો સતત મારો ચલાવ્યો હતો. શરૂઆતમાં પાણી પડતાની સાથે ધૂમાડો વધ્યો પરંતુ ફોર્સથી પાણીમારો ચલાવવાથી સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.માંડાડુંગર પાસેથી ઔધોગિક વસાહતમાંથી કોઈ કારખાના, ફેકટરી એકમ દ્રારા કેમિકલ પાઉડર આવી રીતે અવાવરૂ જગ્યામાં ખુલ્લામાં ફેંકી દેવાયું હોઈ શકે અને તેના પર વરસાદી પાણી પડતા ગેસ હવામાં ભળીને તીવ્ર દુગધ સાથે ફેલાયો હોવાનું તંત્રનું અનુમાન છે. પોલીસ દ્રારા પણ તપાસ હાથ ધરાઈ છે. જો કે, કોઈ બેજવાબદાર પકડાશે તો તેની સામે ગુનો નોંધાવાની સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application