વડિયાના શિવાજી ચોકમાં પોલીસની આબરૂના ધજાગરા કરતા લખાણોથી અનેક ચર્ચા

  • February 21, 2025 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડિયામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોય તેવી વાતો અનેક વાર લોકમુખે સાંભળવા મળતી હતી પરંતુ તારીખ ૨૦ની સમી સાંજના સમયે કોઈ જાગૃત લોકોએ વડિયાના હાર્દ સમા શિવાજી ચોક (તીનબતી ચોક) કે જે વડિયાની મામલતદાર કચેરી સામે આવેલો સૌથી ભરચક વિસ્તાર ગણાય છે. ગામની તમામ ઘટનાઓ અહીં જાહેરાતના સ્વપમાં બોર્ડ પર લખવામાં આવતી હોય છે. આ શિવાજી મહારાજના પૂતળા નીચે આવેલા જાહેર ખબરના બોર્ડમાં વડિયામાં તીનબતી ચોકમાં ખુલ્લ ે આમ ઈંગલિશ દેશી દાનુ વેચાણ, વડિયામાં માફિયાઓનો ત્રાસથી બહેન દિકરી નથી સલામત, તીનબતી ચોકમાંથી બહેન દીકરીઓને નીકળવું મુશ્કેલ જેવા લખાણ કોઈ જાગૃત નાગરિકે નેતાઓ, તંત્ર,પોલીસ અને લોકોના ધ્યાને મુકવા માટે જાહેર ખબરના પમાં લખવામાં આવતા રાત્રીના સમયે નીકળતો દરેક વ્યકિત આ શબ્દ વાચી એવું કહેતો હતો કે ખરેખર સાચું અને બરાબર લખ્યું છે. આ લખાણ પરથી વડિયામાં ઈંગલિશ અને દેશી દા બેફામ વેચાઈ રહ્યો છે તે જગ જાહેર થયું છે.આ લખાણથી અમરેલી જિલ્લ ા અને વડિયાની પોલીસની આબના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે તેનું એક માત્ર કારણ વડિયામાં દા વેચાય છે તેવુ જાહેરમાં લખાયું છે તો છેલ્લ ા કેટલાય સમયથી વડિયામાં એક પણ દાના વેચાણનો, રોમિયોગીરીનો કેસ નોંધાયો નથી તે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. બીજી બાજુ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશનની સામેના કોમ્પ્લેકસમાં નેતાઓ દ્રારા પોલીસની મીઠી નજર નીચે દાની રોજ પાર્ટીઓ થાય છે આ જાહેરમાં થતી પાર્ટીઓથી શું પોલીસ અજાણ હશે ? કે પોલીસની જ મીલી ભગત હશે આ તમામ બાબતો પર કોઈ બાહોશ અધિકારી તપાસ કરે તો અનેક ચોકાવનારી બાબતો પણ સામે આવી શકે તેમ છે ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્રારા વડિયાના પોષ સમા મુખ્ય બજારના ચોકમાં આ બાબતે લખાણો લખાયા છે ત્યારે ચોક્કસ આ બાબતે તપાસ કરી જિલ્લ ા પોલીસ વડા કાર્યવાહી કરશે કે પછી ના ના ભાઈ આવુ કશું જ વડિયામાં ચાલતું નથી તેવા ગુણગાન ગાશે તે તો આવનારો સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application