કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવ્યા, પાંચ સામે ગુનો નોંધાયો

  • January 20, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિતાણા પાસે કારખાનું ધરાવનાર કારખાનેદારને હનિટ્રેપમાં ફસાવી કારખાનેદાર યુવાન અને તેના મિત્રનું ટંકારા પાસેથી અપહરણ કરાયું હતુ. બાદમાં ૬ લાખ પડાવી લીધા હતા. જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
ટંકારા નજીકથી યુવક સહિત બે વ્યકિતનુ અપહરણ કરનાર મહિલા સહિત પાંચ શખ્સો વિદ્ધ ગુન્હો દાખલ  ટંકારા તાલુકાના હરીપર ગામના યુવક આરોપી મહિલા સાથે સંપર્કમાં આવતા યુવક અને તેના મિત્રને રાજકોટ તથા ટંકારાના આસપાસના વિસ્તારમાં લઈ જઈ યુવકનો વિશ્વાસ કેળવી તે દરમ્યાન પાછળ અન્ય શખ્સોને બોલાવી યુવક તથા તેના મિત્રનુ અપહરણ કરી ડરાવી ધમકાવી યુવક તથા સાહેદ પાસેથી .૦૬ લાખ પિયા કઢાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર (ભુ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૭) એ આરોપી દિવ્યા ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે. ટંકારા, રમેશ કાળુભાઈ જાદવ રહે. ટંકારા, સંજય ભિખાલાલ પટેલ રહે. મોરબી, હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી, ત્વિક દિવ્યાબેન ઉર્ફે પુજાનોભાઈ વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી દિવ્યા ઉર્ફે પુજા ફોન નંબરથી સંપર્કમાં આવતા પોતાનું નામ જણાવી છત્તર તથા રાજકોટ તથા ટંકારાના આજુ–બાજુના વિસ્તારમા લઈ જઈ ફરીયાદી સાથે વિશ્વાસ કેળવી આ દરમ્યાન અન્ય આરોપીનો સમ્પર્ક કરી આરોપીઓને પાછળથી બોલાવી સહ આરોપી સ્વિટ કાર રજીસ્ટર નં.જીજે૩૬એજે ૯૧૭૨ વાળીમા લઈ આવી અપહરણ કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને જુદી જુદી ગ્યાએ લઈ જઈ મારમારી બળાત્કારના કેસમા ફસાવી દેવાનુ કહી ડરાવી ધમકાવી ફરીયાદી તથા સાહેદ પાસેથી .૬ લાખ બળજબરીથી કઢાવી લીધેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ચક્કર આવી પડી જતા મહિલાનું મોત
મોરબીના માધાપરમાં રહેણાંક મકાન પાસે શેરીમાં ખુરશી નાખી બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચકકર આવી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપયું હતું. મળતી માહિતી મુજબ લતાબેન બાઘુભાઇ ગાંડુભાઇ ભાંગરા (ઉ.વ.૪૨) રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળા રાત્રીના પોતાના રહેણાંક મકાન પાસે શેરીમાં રોડ ઉપર ખુરશીમા બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચક્કર આવતા નિચે પડી જતા માથાના ભાગે ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે કરાવી વધુ સારવાર સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જતા સારવાર દરમીયાન લતાબેન નામની મહિલાનું મોત નિપયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News