નાનામવા જમીન દાવો જરૂર પડે હાઇકોર્ટમાં જવાની મનપાની તૈયારી

  • March 26, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાનામવા ચોકના કોર્નરના પ્લોટની ત્રણ વર્ષ પૂર્વે થયેલી હરાજી બાદ ખરીદનારે ભરવાપાત્ર રકમ સમય મર્યાદામાં ભરપાઇ નહીં કરતા આ મામલે હરાજી રદ કરી જમીન સંપાદિત કરવા તેમજ ચૂકવેલી રકમ જ કરવા દરખાસ્ત કરી હતી જે સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજુર કરી હતી. દરમિયાન આ જમીન મામલે હાલ સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે તેમાં જો જર પડે તો રાજકોટ મહાપાલિકા તંત્રએ હાઇકોર્ટમાં જવા પણ તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, નાનામવા જમીન મામલે ચાલતા કાનૂની પ્રકરણમાં સિવિલ કોર્ટે તો માત્ર બન્ને પક્ષને સાંભળવાનું કહ્યું છે. એકનો દાવો રદ કર્યેા છે, યારે બીજામાં બન્ને પક્ષને સાંભળવાનું કહ્યું છે. એકંદરે હાઇકોર્ટમાં જવાની જર હાલ જણાતી નથી પરંતુ જર પડે હાઇકોર્ટમાં જવા માટે પણ મહાનગરપાલિકા તત્રં સલાહ લેશે.
અલબત્ત હાલમાં એ બાબત પણ ચર્ચાનો વિષય બની છે કે કોમર્શિયલ વેંચાણ હેતુના પ્લોટનું મહાપાલિકા હવે શું કરશે ? શું ફરીથી વેંચાણમાં મુકશે ? કે પછી કદાચ આ પ્લોટને હેતુફેર કરીને પબ્લિક પર્પઝ માટે રખાશે ? જો કે આ તો ભવિષ્યની વાત છે પરંતુ હાલ તો જર પડે તંત્રએ હાઇકોર્ટમાં જવા વિચારણા શ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application