રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩ના ગાયકવાડી વિસ્તારની શેરી નં.૩માં ગેરકાયદેસર રીતે ધમધમતા રાજુ ફડ કોર્ટ સામે મહાનગરપાલિકાનું સમગ્ર તત્રં ઘૂંટણિયે પડી ગયું હોય તેમ જણાતા અંતે લતાવાસીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ઇનવર્ડ નં.૫૨૦૩, તા.૨૨–૨–૨૦૨૪થી લેખિત રજુઆત કરી વધુ એક વખત આ રેસ્ટોરન્ટ બધં કરાવવા માંગણી કરી છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે અમોએ તા.૧૪ જુલાઇ ૨૦૨૩થી આ અંગે વારંવાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં ફરિયાદ નોંધાવેલ છે તે અંગેની બધી વિગત આ ફરિયાદ સાથે જોડેલ છે. રહેણાક વિસ્તારમાં ધમધમતા રાજુ ફડ કોર્ટ રેસ્ટોરન્ટના ધંધાથી અમો ખુબ જ પરેશાન થઇ ગયા છીએ ચીમનીનો અવાજ, એસીના કમ્પ્રેસરનો અવાજ તેમજ વાસણોનો અવાજ રાત્રે ૧૨થી એક વાગ્યા સુધી સતત ચાલુ રહે છે. ગેરકાયદેસર બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીમાં કોઈપણ જાતની ફાયર સેફટી પણ રાખવામાં આવેલ નથી જેથી ભવિષ્યમાં કોઇ પણ આકસ્મિક બનાવો બને તો મોટી જાનહાનિ પણ થઇ શકે છે. આ અંગે વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ આજરોજ સુધી રાજુ ફડ કોર્ટ પર કોઇ પણ એકશન લેવામાં આવેલ નથી. રજુઆતના અંતમાં જણાવ્યું છે કે આ ફરિયાદને તાત્કાલિક ધ્યાને લઇ તેમજ બધી વિગત તપાસીને એકશન લેશો અને રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ધંધાને બધં કરાવશો. તાત્કાલિક ધોરણે ફરિયાદનું નિવારણ થાય તેવા હેતુથી કમિશનર સ્તરે ફરિયાદ કર્યાનું પણ રજુઆતમાં ભારપૂર્વક ઉમેયુ છે
આ તો કેવું કહેવાય ! છ–છ વખત ફરિયાદ કરવા છતાં કોઇ ફરકયું નહીં !
(૧)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન૧૪૦૭૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૧૨૨૮૪૭
(૨)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ૨૯૦૭૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૨૨૮૭૩૦
(૩)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ૦૧૦૯૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૨૬૦૭૮૨
(૪)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ૨૬૦૯૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૨૮૩૬૯૫
(૫)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ૨૩૧૦૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૩૧૨૨૫૦
(૬)રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ૧૪૦૨૨૦૨૪ ફરિયાદ નંબર – ૨૪૦૪૪૭૩
આગ લાગે તો સમગ્ર વિસ્તાર ભૂંજાઇ જશે ! ફાયર બ્રિગેડમાં પાંચ વખત ફરિયાદ છતાં પગલાં નહીં
(૧) રાજકોટ ફાયર વિભાગ–ફરિયાદ તારીખ ૦૩૧૦૨૦૨૩ ફરિયાદ નંબર –૨૩૨૯૧૮૨૮
(૨) રાજકોટ ફાયર વિભાગ ફરિયાદ તારીખ ૦૪૧૦૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૨૯૩૦૦૬
(૩) રાજકોટ ફાયર વિભાગ ફરિયાદ તારીખ ૦૧૧૨૨૦૨૩ ફરિયાદ નંબર–૨૩૩૫૧૯૯૨
(૪) રાજકોટ ફાયર વિભાગ ફરિયાદ તારીખ ૦૨૧૧૨૦૨૩ ફરિયાદ નંબર – ૨૩૩૨૩૭૭૬
(૫) રાજકોટ ફાયર વિભાગ ફરિયાદ તારીખ ૧૪૧૧૨૦૨૩ ફરિયાદ નંબર–૨૩૩૩૫૮૬
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech