દેશની સર્વોચ્ચ ભરતી સંસ્થા યુપીએસસીના ચેરમેન પદ પરથી મનોજ સોનીએ રાજીનામું આપી દીધાના સમાચારે હડકંપ મચાવી દીધો છે દેશમાં જ્યારે
નકલી દસ્તાવેજ બનાવીને દેશની સર્વોચ્ચ ભરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની શાખ સામે સવાલ પેદા કરનારી આઈએએસ પૂજા ખેડકરની સામે પોલીસ ફરિયાદના બીજા જ દિવસે યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ રાજીનામુ આપ્યાની વાત બહાર આવી છે.’છોટે મોદી’ તરીકવડોદરાની એમએસ યુનિવર્સીટીમાં જાણીતા મનોજ સોનીનું રાજીનામાની વાત એવા સમયે બહાર આવી છે .આયોગની શાખ સામે સવાલ થઇ રહ્યા છે.
અંગ્રેજી અખબાર હિંદુના જણાવ્યા મુજબ, સોનીએ એક એક મહિના પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. જો કે, દેશની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી સર્વોચ્ચ સંવૈધાનિક સંસ્થાના ચેરમેન તેમના પાંચ વર્ષના કાર્યકાળ પહેલા રાજીનામુ આપે અને એક મહિના સુધી કોઈને ખબર પણ ન પડે તે વાત લોકોને ગળે ઉતરતી નથી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સરકારે મનોજ સોનીને માત્ર ચાલીસ વર્ષની યુવા વયે વડોદરાની એએસ.એસ.યુનિવર્સીટીના યુવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કાર્ય હતા. એમએસ યુનિવર્સીટી કેમ્પસમાં ’છોટે મોદી’ તરીકે જાણીતા મનોજ સોનીમાં લોકો ભવિષ્યના શિક્ષણ મંત્રી પણ જોતા હતા. સોની બે વખત બાબા સાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં પણ વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
વિવિધ મીડિયા રિપોટ્ર્સ મુજબ, મનોજ સોની સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે અને તેમણે વર્ષ 2020માં દીક્ષા પણ લીધી હતી. હવે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના અનુપમ મિશનમાં કામ કરવા માંગે તેવી વાત ચચર્યિ રહી છે.
ગુજરાત થી દિલ્હી ગયા પછી નરેન્દ્રભાઈ મોદી જેમ બધાને એક પછી એક દિલ્હી લઇ ગયા હતા તેમાં મનોજ સોનીનો પણ નંબર લાગ્યો હતો. સોનીને જૂન - 2017માં સંઘ લોક સેવા આયોગના મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે જ અણસાર આવી ગયો હતો કે, વડાપ્રધાન મોદીભાઈના ખાસ એવા મનોજભાઈ યુપીએસનીનાં ચેરમેનની પોસ્ટ સુધી પહોંચી શકે તેવા પ્રતિભાશાળી વ્યક્તિ છે. પ્રખર શિક્ષાવિદ્દ સોનીભાઈને પહેલા એપ્રિલ,2022માં ચેરમેન તરીકેનો ટેમ્પરરી ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને મે - 2023માં કાયમી કરી દેવામાં આવ્યા હતા. મતલબ કે, લાંબા સમયથી યુપીએસસીમાં ફરજ બજાવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે નિયમ મુજબ રાજીનામુ રાષ્ટ્રપતિને આપી દીધું છે.
નીટ પરીક્ષાના કૌભાંડ પછી ચેરમેન પ્રદીપ જોશીના રાજીનામાં બાદ યુપીએસસીના ચેરમેનનું રાજીનામુ આપવાની ઘટનાને વિપક્ષ આગામી બજેટ સત્ર દરમિયાન જોરશોરથી ઉઠાવીને કેન્દ્રની ટેકાવાળી મોદીભાઈની સરકારને મુશ્કેલીમાં મૂકી દે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.અહી નોધવુ જરુરી છે કે એનટીએ ચેરમેન પ્રદીપ જોશી પણ યુપીએસસીના ચેરમેન તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
મનોજ સોનીને જયારે યુપીએસસીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૂચક કહી શકાય તેવું ટવીટ કર્યું હતું. રાહુલે ટવીટર ઉપર પોસ્ટ કરીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને યુનિયન પ્રચાર સંઘ કમિશન તરીકે સંબોધન કર્યું હતું. રાહુલે દેશની સંવૈધાનિક સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું રહ્યું હોય તેવું પણ લખ્યું હતું.
વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ સસમયાંતરે યુપીએસસીસહિતની સંવૈધાનિક સંસ્થાઓમાં ગુજરાતી લોકોનું પ્રભુત્વ વધ્યું છે, જે એક સારી બાબત છે. યુપીએસસીમાં મનોજ સોનીની 2017માં થયેલી એન્ટ્રી પછી જીપીએસસીના ચેરમેન રહી ચૂકેલા મનોજ દાસાને મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી બી.બી.સ્વેન પણ મેમ્બર તરીકે સંઘ લોક સેવા આયોગમાં ગયા હતા. આમ ગુજરાતમાંથી ત્રણ વ્યક્તિ દિલ્હીના ધોલપુર હાઉસમાં ફરજ બજાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech