ડો. મનમોહન સિંહે નાણાપ્રધાન તરીકે સેવા આપતાં ૧૯૯૧માં શ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમાં સરકારી નિયંત્રણો ઘટાડવા, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે જેણે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક બજારો માટે ખોલી હતી.આ અધિનિયમ, ૨૦૦૫માં રજૂ કરવામાં આવ્યો, દરેક ગ્રામીણ પરિવારને ૧૦૦ દિવસની વેતન રોજગારની બાંહેધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરે છે.
૨૦૦૫માં પસાર થયેલી આરટીઆઈ, નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશકત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.
આધાર પ્રોજેકટની શઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની અકસેસની સુવિધા આપે છે.
ડો. મનમોહન સિંહની સરકારે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કયુ અને ઘણી છટકબારીઓ દૂર કરી. કૃષિ સંકટને દૂર કરવા માટે, ખેડૂતોને ૬૦,૦૦૦ કરોડ પિયાની લોન માફી દ્રારા રાહત આપવામાં આવી હતી.
મનમોહન સિંહની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત–યુએસ નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી. આ કરાર હેઠળ ભારતને ન્યુકિલયર સપ્લાયર્સ ગ્રુપમાંથી મુકિત મળી છે. આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેકનોલોજી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech