દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા છે. તેમજ મનિષ સિસોદિયા પણ હારી ગયા છે. જ્યારે આતિશીએ પાર્ટી લાજ બચાવી જીત હાંસલ કરી છે. તેઓ 989 મતે જીત મેળવી રમેશ બિધૂડીને હરાવ્યા છે.
કેજરીવાલ હાર્યા, ભાજપના પ્રવેશ વર્મા જીત્યા
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અહીંથી ભાજપના પ્રવેશ વર્મા જીત્યા છે. કેજરીવાલ 3 હજારથી વધુ મતથી હાર્યા છે.
સિસોદિયાએ કહ્યું- 600 મતથી હારી ગયો
AAP નેતા મનીષ સિસોદિયાએ જંગપુરા બેઠક પરથી હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું, જંગપુરાએ પ્રેમ, સ્નેહ અને સમાનતા આપી. તેઓ લગભગ 600 મતોથી પાછળ રહ્યા.
સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હાર્યા
શકુર બસ્તી બેઠક પરથી આપના સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. શાલીમાર બાગથી ભાજપના રેખા ગુપ્તાએ 29595 મતોથી ચૂંટણી જીતી છે. આ દરમિયાન, નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ, પ્રવેશ વર્મા મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. અહીં તેને વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
દિલ્હીમાં AAP કાર્યાલયમાં અંદરથી તાળું મારી દેવાયું
દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં કામદારો અંદર જઈ શકતા નથી, તેથી અરાજકતાનું વાતાવરણ છે. મીડિયા કર્મચારીઓને પણ ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech