રાજકોટ સતત ચાર દિવસ બારે મેઘ ખાંગા થવાથી હેલી જેવો માહોલ સર્જાયા બાદ મેઘરાજાનું જોર હળવું થયું હોય તેમ કુલ ૭૩ તાલુકામાં વરસાદ પૈકી ૪૪ તાલુકામાં માત્ર ઝાપટા જ વરસ્યા હતા. જોકે કચ્છના માંડવીમાં ૧૬ ઈંચ સહિત મુન્દ્રામાં નવ ઈંચ બાદ આજે સવારે વધુ એક ઈંચ, અબડાસા ૬:૩૦ ઈંચ અંજાર ત્રણ ગાંધીધામ ભૂજ અઢી નખત્રાણા ભચાઉ બે અને રાપરમાં અડધો ઈંચ વરસાદ સાથે કચ્છના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
આ ઉપરાંત દેવભૂમિ જિલ્લામાં દ્રારકામાં વધુ સાડા સાત ઈંચ, ઠેઠ ખંભાળિયા દોઢ ઈંચ અને કલ્યાણપુર તેમજ ભાણવડ તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
જુનાગઢ જિલ્લામાં ભેસાણ ખાતે બે ઈંચ યારે વિસાવદર જુનાગઢ શહેર ગ્રામ્ય, વંથલી, માળીયાહાટીના, માંગરોળ, માણાવદર પંથકમાં જાપટા થી માંડીને અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
યારે રાજકોટ જિલ્લામાં લોધિકા પંથકમાં વધુ બે ઈંચ, કોટડા સાંગાણી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, પડધરી, રાજકોટ શહેર ઉપલેટા ધોરાજી જેતપુર પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે.
જામનગર જિલ્લામાં જોડીયા અને જામનગર એક થી દોઢ ઈંચ યારે જામજોધપુર ધ્રોલ કાલાવડ લાલપુર પંથકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડો હોવાના અહેવાલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા ચોટીલા લીંબડી એક થી સવા ઈંચ યારે સાયલા, વઢવાણ, લખતર, થાનગઢ, દસાડા પંથકમાં ઝાપટા વરસ્યા હતા. મોરબી શહેરમાં એક ઈંચ યારે જિલ્લાના ટંકારા અને વાંકાનેરમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ઘોઘા એક ઈંચ યારે તળાજા, જેસર, પાલીતાણા, ભાવનગર શહેર, ઉમરાળા, વલભીપુર, મહત્પવા, ગારીયાધાર પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ, ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને તાલાળામાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ, અમરેલી જિલ્લામાં ખાંભા, રાજુલા, અમરેલી શહેર, સાવરકુંડલા, લાઠી, કુંકાવાવ, વડીયા, લીલીયા, બગસરા, બાબરા, ધારી પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ, પોરબંદરના કુતિયાણા, રાણાવાવ તેમજ બોટાદના રાણપુર, ગઢડા પંથકમાં પણ ઝાપટા વરસ થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech