સૌરાષ્ટ્ર્ર હેડલાઇનને બે વર્ષ પૂર્ણ થતાં શુભેચ્છા પાઠવતા આજકાલ દૈનિકના મેનેજિંગ એડિટર

  • September 27, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટથી પ્રસિધ્ધ થતાં સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક સૌરાષ્ટ્ર્ર હેડલાઇનએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરતા તેના માલિક મયુરધ્વજસિંહ જાડેજાને આજકાલ દૈનિકના મેનેજિંગ એડિટર અનિલભાઇ જેઠાણીએ દિન દૌગુની અને રાત ચૌગુની પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી. રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ જગતમાં આગવી નામના ધરાવતા મયુરધ્વજસિંહ જાડેજાએ પત્રકારત્વ ક્ષેત્રમાં પર્દાપણ કરી ટૂંકા ગાળામાં જ આગવી નામના મેળવી છે ત્યારે તેઓ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી.


આ પ્રસંગે સૌરાષ્ટ્ર્ર હેડલાઇન સાંધ્ય દૈનિકના માલિક મયુરધ્વજસિંહ જાડેજાએ આજકાલ દૈનિકની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પત્રકારત્વ ક્ષેત્રના સાંપ્રત પ્રવાહોની ચર્ચા કરી હતી. આ તકે મેનેજિંગ એડિટર અનિલભાઇ જેઠાણીએ મયુરધ્વજસિંહ જાડેજાને શુભેચ્છા પાઠવી તેમનું દૈનિક અખબાર નિરંતર પ્રગતિ કરતું રહે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી. આકર્ષક લેઆઉટ અને તરોતાજા સમાચાર સાથે પ્રસિધ્ધ થતાં હેડલાઇન દૈનિકની દરરોજ કંઇક નવું આપવાની ધગશને પણ અનિલભાઇએ બિરદાવી હતી.જયારે મયુરધ્વજસિંહ જાડેજાએ પણ આજકાલ દૈનિક પરિવાર સાથેના તેમના વર્ષેા જૂના સંબંધોને યાદ કરી સંસ્મરણો વાગોળ્યા હતાં. અગાઉ પણ આજકાલ દૈનિક આયોજિત વિવિધ ઇવેન્ટસમાં પણ મયુરધ્વજસિંહ જાડેજાની અચુક ઉપસ્થિતિ રહે છે.

આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા મયુરધ્વજસિંહ જાડેજાને અખબારી આલમમાં પણ સફળતાના શિખરો સર કરવા બદલ શુભેચ્છા પાઠવતા આજકાલ દૈનિકના મેનેજિંગ એડિટર અનિલભાઇ જેઠાણી ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application