શહેરના મહિલા કોલજ સર્કલ પાસે રહેતા વેપારીએ તેની પાન માવાની રીક્ષા કેબીનમાંથી ચોરી થવા પામી છે. અને તેના એટીએમમાંથી રૂા. ૧૬ હાજર ઉપાડી લીધા સંદર્ભે ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી બાલયોગીનગરના શખસને ઝડપી લઇ તેની પાસેથી રૂા. ૧.૦૬ લાખ કબજે લીધા હતા.
ઘોઘારોડ પોલીસના પીઆઈ દેસાઈ તેમજ ડી સ્ટાફ પોલીસ મથકે હાજર હતા, તે સમયે પ્રદિપસિંહ મનુભા ગોહિલ (ઉ.વ.૪૭, રહે.મહિલા કોલેજ સર્કલ પાછળ કૃષ્ણકુમાર સિંહ અખાડા સામે, ભાવનગર)એ હકિકત જણાવેલ કે ગઈ તા.૧૬-૧૨ ના રોજ પોતે પોતાની પાન- માવાની કેબીનમાં વેપારના રૂપિયા
પર્સમાં રાખેલ હોય જે તેની નજર ચુકવી રૂપિયા ભરેલ પર્સ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો હતો. જે અંગે ડી સ્ટાફ્ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ તથા આજુ-બાજુના રોડ પરના સી.સી.ટી.વી ચેક કરી નેત્રમના કંટ્રોલ એન્ડ કમાન્ડના કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીની ઓળખ કરી કરણ બહાદુરભાઈ મેના (ઉ.વ.૩૦ રહે, બાલયોગીનગર શેરી નં:-૦૨ ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂા. ૧.૦૬ લાખ કબજે લઈ પુછપરછ કરતા તેણે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુ.૨.નં:-૨૫૭૬/૨૪ બી.એન.એસ. કલમ:-૩૦૩(૨) મુજબના ગુનાની કબુલાત આપતા ઘોઘારોડ પોલીસે તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech