રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર નરાધમે માસુમ પુત્રી બાળકી હતી ત્યારથી તરુણ વય સુધી હવસ સંતોષી શહેરમાં ત્રણ સ્થળે મકાનો બદલી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના પોકસો એકટના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં ખાસ અદાલતે નરાધમ પિતાને તકસીરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકે વર્ષ 2022માં પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ભોગ બનનારે હવસખોર પિતા (નામ દશર્વિાયું નથી) વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરા જયારે માસુમ બાળકી હતી, ત્યારથી તેને ધમકાવી અને શારીરીક અડપલાની શરૂઆત કરેલી અને પછી સગીરા જયારે 13 વર્ષની થયેલી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ પુત્રીને જ હવસનો શિકાર બનાવવાનો સીલસીલો વર્ષો સુધી નરાધમ પિતાએ ચાલુ રાખ્યો હતો. ભોગ બનનાર બાળકમાંથી તરુણ વયે પહોંચેલી, પરંતુ બીકના માયર્િ કોઈને કહી શકેલ નહીં. ત્યારબાદ ફરીયાદના અરસામાં ભોગ બનનાર પીડિતા ગર્ભવતી બનતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. જે અંગે ભોગ બનનારની માતાને ખબર પડેલી અને તેને આપેલી હિમ્મતને આધારે ભોગ બનનારે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગબનનાર તેની માતા, પોલીસ સાહેદ, ડી.એન.એ. પરીક્ષણ કરનાર અધિકારી, મેડીકલ ઓફિસરો વિગેરેની જુબાની લેવામાં આવી હતી અને ભોગ બનનારના ઉંમર અંગેના પુરાવાઓ પણ રજુ રાખવામાં આવેલા હતા. આ ઉપરાંત ફરીયાદ પક્ષે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ ખુબ જ ગંભીર ગુનાહિત કૃત્ય કરેલ છે અને તે ગંભીર સજાને પાત્ર છે અને પોકસો એકટમાં આવેલ સુધારાને પણ છણાવટ કરવામાં આવેલી જે તમામ બાબતો ઘ્યાને લઈ કોર્ટે આરોપીને તેનું બાકી રહેતુ આયુષ્ય જેલના સળીયા પાછળ પસાર થાય તેવી દલીલ કરવામાં આવી હતી. સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તેમજ રેકર્ડ પ2ના તમામ પુરાવાઓને ઘ્યાને લઈ પોકસો કોર્ટના ન્યાયાધીશ વી.એ.રાણાએ આઈ.પી.સી. કલમ-376 (2) (7) તથા (એન) મુજબ તથા આઈ.પી.સી. કલમ-376 (3) મુજબ આરોપીને આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા અને રૂા.18 હજારનો દંડ તેમજ ભોગ બનના2ને ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેસન સ્કીમ 2019 મુજબ રૂા. 7 લાખનું સરકારી વળતર ચુકવવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે મહેશકુમાર એસ. જોષી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech