મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: અન્ય એકની શોધખોળ

  • March 05, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુર નજીકના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના ૪૧ વર્ષના હિન્દુ વાઘેર શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની કુલ ૧૧૨ બોટલ પોલીસે કબજે કરી હતી. આ દરોડામાં પોલીસે રૂપિયા ૪૭,૨૦૦ ની કિંમતના દારૂ સહિત કુલ રૂ. ૫૨,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી રમેશભા હાથલની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા રાજુ કોડીયાતર નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application