જામનગરમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતો શખ્સ ઝબ્બે

  • June 10, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિ.પ્લોટ-૪૯માં એસઓજી ત્રાટકી : ૧૫ બાટલાઓ કબ્જે

જામનગર એસઓજીની ટુકડીએ એક બાતમીના આધારે દિ.પ્લોટ-૪૯માં દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા પકડી પાડયો હતો, ૧૫ બાટલાઓ સહિત ૨૪૭૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ આર.એમ.બારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના શોભારાજસિંહ જાડેજા, રાજેશભાઇ મકવાણા તથા અનિરુઘ્ધસિંહ ઝાલાને બાતમી મળેલ કે દિ.પ્લોટ ૪૯, સુર્યોદય હોટલની પાછળ આવેલ શકિતસિંહ રતુભા પરમારની ઓરડીમાં પ્રદ્યુમસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ જાડેજા (રહે. માધવબાગ-૧, દ્વારકેશ સોસાયટી શેરી નં. ૪, મુળ શાસ્ત્રીનગર) પોતાના ભાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલમાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.
જે હકીકત આધારે ત્યાં રેઇટ કરતા ત્યાથી એક ઇસમને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાં ગેસનું રીફીલીંગ કરતા હોય અને આ જગ્યાએથી નાના મોટા ગેસ ભરેલ તથા ખાલી બાટલા કુલ ૧૫ તથા લોખંડનું પાનું ૧, નિપલ ૩ મળી કુલ ૨૪૭૦૦ના મુદામાલ સાથે મળી આવેલ જેથી આરોપી વિરુઘ્ધ સીટી-સી ડીવીઝનમાં કલમ ૨૮૫ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application