ભીલવાડા નજીકથી જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેમ્પા સાથે શખ્સ ઝડપાયો

  • February 08, 2024 07:43 PM 

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા જ્વલનશીલ પદાર્થના બેરલ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. શહેરના ભીલવાડા સર્કલ પાસેથી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેમ્પા સાથે એક શખ્સની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગેરકાયદેસર પ્રવાહીની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે ભીલવાડા વિસ્તારમાં આવેલા સુકુન ફ્લેટ પાસે એક લોડિંગ વાહનની અંદર જવલનનશીલ પ્રવાહીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા લોડિંગ વાહનની અંદર ૨૦૦ - ૨૦૦ લીટર પ્રવાહી ભરેલ પાંચ બેરલ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે ટેમ્પાને ઝડપી શખ્સની અટક કરી હતી. અને જ્વલનશીલ પ્રદાર્થનો જથ્થો ૧૦૦૦ લીટર કિંમત રૂપિયા ૭૫૦૦૦ અને ટેમ્પો કબજે લઈ બુધાભાઈ રાજુભાઈ ચાવડા વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application