સ્મશાને આવેલા ડાઘુના બાઇકની ચોરી કરનાર શખ્શ ઝડપાયો

  • April 15, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં તસ્કરો ડાઘુઓને પણ છોડતા નથી તેની સાબિતી પોલીસ ચોપડેથી મળી છે જેમાં એક આધેડ તેના ફઇની દીકરીની અંતિમ વિધિ માટે સ્મશાન બહાર પોતાનુ બાઇક પાર્ક કરીને ગયા હતા અને અંતિમવિધિ  પૂર્ણ કરી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તો એ બાઇક ચોરાઇ ગયુ હતુ અને પોલીસે આ બનાવના પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડયો છે.
પોરબંદરના વસુંધરા કોમ્પલેકસમાં આવેલા કદમ બિલ્ડીંગમાં રહેતા અને બંગડીબજારમાં બંગડીનો વેપાર કરતા અનીલ ભગવાનજીભાઇ ઠકરાર નામના ૫૩ વર્ષના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના ફઇની દીકરીનું અવસાન થતા તા. ૧૩-૪ના તેઓ પોતાનું ૩૦ હજાર ‚પિયાનું બાઇક લઇને અંતિમયાત્રામાં ગયા હતા અને હિન્દુ સ્મશાનભૂમિ સામે ઇન્દ્રેશ્ર્વર મંદિર પાસે બાઇક પાર્ક કરીને અંતિમવિધિમાં જોડાયા હતા અને એક કલાક પછી સ્મશાનમાંથી વિધિપૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેનું બાઇક ચોરાઇ ગયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી કીર્તિમંદિર પોલીસમથક ખાતે જઇને અજાણ્યા બાઇકચોર સામે ગુન્હો નોંધાવ્યો હતો.  કીર્તિમંદિર પોલીસ દ્વારા તાત્કાલિક આ બનાવને ગંભીરતાથી લઇને આરોપીની શોધખોળ હાથ ધરતા છાયાના જમાતખાના પાસે રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમા નામના શખ્શને ચોરેલા બાઇક સાથે પકડી પાડયો હતો અને પોલીસે તેની આકરી પૂછપરછ હાથ ધરીને ચોરીના અન્ય કોઇ બનાવ સાથે સંડોવાયો છે કે કેમ? તેની પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application