હાલમાં આઇપીએલની મેચ સ્થગિત હોવા છતાં જુગારની પ્રવૃત્તિ પર કોઈ રોક લાગી નથી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુનિવર્સીટી રોડ પર ઝવેરચંદ મેઘાણી ટાઉનશીપમાં રહેતો નેહલ માણેકને માસ્ટર આઈડી પર જુગાર રમતાં પકડી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર સુરેન્દ્રનગરના ભગીરથસિંહ ઝાલા અને અમદાવાદના પાર્થ પટેલ તેમજ પેટા આઈડી મેળવનાર પડધરીના જાબર નામના શખસને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર,સી.એચ. જાદવની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દિપક ડાંગર, કનકસિંહ સોલંકી અને કોન્સ્ટેબલ અરવીંદકુમાર ફતેપરાને યુનિવર્સિટી રોડ પર આવેલ ઝવેરચંદ મેઘાણી ટાવરના ગેઈટ પાસે એક શખસ પોતાના મોબાઇલ ફોનમાં માસ્ટર આઇડીમાંથી લાઇવ કસીનો તથા ક્રિકેટની રમતમાં પૈસાની હારજીતનો જુગાર રમવાની પેટા આઈડીઓ બનાવી અન્ય ગ્રાહકોને ફોરવર્ડ કરી જુગાર રમી-રમાડે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તે શખ્સને કોર્ડન કરી તેનું નામ પુછતા પોતાનું નામ નેહલ અશ્વીન માણેક (ઉવ.૪૮, ધંધો વેપાર, રહે. ઝવેરચંદ મેઘાણી ટાવર, ફલેટ નં. એ-૬૦૬, પંચાયતનગર ચોક પાસે, યુનિવર્સીટી રોડ) હોવાનું જણાવ્યું હતું.
તેની પાસે રહેલ જે મોબાઇલ ફોન ચેક કરતાં ઓનસ્ક્રીનમાં જોર્ડન 247 નામની માસ્ટર આઇડી ખુલી જોવામાં આવેલ જેમા તીનપતિ, કસીનો, સ્પોર્ટ ગેમના અલગ પેજ જોવામાં આવેલ હતાં. તેમજ માસ્ટર આઈડીનુ એકાઉન્ટ ચેક કરતા તેમાં આંકડા લખેલ આઈડી જોવામાં આવેલ હતી. આઈડી બાબતે આરોપીને પૂછતાં જોર્ડન 247માસ્ટર આઈડીમાં યુઝરનેમ એનકેએનકે 70 તથા પાસવર્ડ પાસ એટ ધ રેટ 7777 થી ઓપન કરી અલગ-અલગ ટાઈપના કસીનો ગેમ, ક્રિકેટ મેચનો સટ્ટો રમી શકાય તેવી યુઝર આઈડી બનાવી પોતાના ગ્રાહકને આપી જુગાર રમાડતો હોવાનુ જણાવેલ હતું.
તેને માસ્ટર આઈડી કોની પાસેથી મેળવેલ અને આ માસ્ટર આઈડીમાંથી અલગ-અલગ યુઝર આઇ.ડી. બનાવી કોને કોને આપેલ છે તે બાબતે પુછતા માસ્ટર આઈડી સુરેન્દ્રનગરના ભગીરથસિંહ જશુભા ઝાલા પાસેથી મેળવેલ હોવાની કબુલાત આપી હતી, પોતે આ માસ્ટર આઈડીમાથી અલગ અલગ પોઇન્ટ વાળી કુલ ૧૪ આઈડી બનાવી પડધરીના જાબરને આપેલ હતી. તેમજ મોબાઇલ ફોનમાં રહેલ ડ્યુક ડ્યુક ગો નામની એપમાં અન્ય એક પેજ ઓપન હોય જેમાં તાજ 777 ડોટ નાઉ નામની માસ્ટર આઈડી ઓપન કરેલ હોય જે થોડા સમય પહેલા આ માસ્ટર આઈડી જેની પાસેથી મેળવેલ તેને તેના સુપર માસ્ટરમાંથી માસ્ટર આઈડીનો પાસવર્ડ બદલી નાખેલ હોવાથી માસ્ટર આઈડી ઓપન થતી નહી હોવાનુ જણાવ્યું હતું. તેમજ તે આઈડી અમદાવાદના પાર્થ પટેલ પાસેથી મેળવેલ હોવાની કબુલાત આપી હતી.
અતિથિ ચોક નજીક ઓનલાઇન આઇડી પર તીનપતિનો જુગાર રમતો શખસ ઝડપાયો
પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અતિથી ચોક પાસે એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં આઈડી મારફતે જુગાર રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતાનુ નામ સાગર રમેશ વલેચા (ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે.ચંદ્રશેખર આઝાદ ટાઉન શીપ બ્લોક નં.ડી-૧૦૨ એકે બેકરીની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં ઓન સ્ક્રીન મેચબોક્સ 7777 નામની આઈડી જોવામાં આવેલ જેમાં લાઇવ કસીનોમાં તીનપતિની પતાની રમતમાં અલગ-અલગ રકમના સોદાઓ કરેલ હોવાનુ જોવા મળતા ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 16, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech