ખંભાળા ડેમમાં માછીમારીના ગુન્હામાં પકડાયેલ શખ્શ તા. ૧૯-૫ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં ધકેલાયો

  • May 06, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી કરવા સબબ પકડી  પાડવામાં આવેલ ઇસમને ૧૯મી મે સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો કોર્ટે હુકમ કર્યો છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ રાણાવાવ રેન્જના આર.એફ.ઓ. મલય બી. મણીયારની ટીમ દ્વારા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ડેમમાં અભ્યારણ્ય વિસ્તારમાં આરોપી સિંકદર રામવૃક્ષ સહની રહે. અશોગી છપરાધની (બિહાર) ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ખંભાળા  ડેમમાં બોટથી જાળી નાખી માછલીઓનો શિકાર કરી વહેચવાના ઇરાદાથી લઇ જવા બાબતે તેઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ રાણાવાવની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીને તા. ૧૯-૫-૨૦૨૫ સુધી જ્યુડી કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવેલ છે. અન્ય બે આરોપી જિજ્ઞેશ નવઘણ મકવાણા રહે. ખંભાળા અને રફાઇ અશરફશાહ ફિરોજશાહ રહે. રાણાવાવ સ્થળ ઉપરથી નાસી છૂટેલ છે તેની શોધખોળ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application