એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 18 નગરપાલિકા વિસ્તારમાં વધારાની મામલતદાર કચેરી સરકારે શરૂ કરી છે તેને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાનો નિર્ણય ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
મહેસુલ વિભાગના સેક્શન અધિકારી દ્વારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ અમરેલી ભુજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોરબંદર બોટાદ જેતપુર ગોંડલ મોરબી અને સુરેન્દ્રનગર શહેરમાં આવી નવી મામલતદાર કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં કલોલ પંચમહાલ જિલ્લામાં ગોધરા પાટણ જિલ્લામાં પાટણ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા ભરૂચ જિલ્લામાં ભરૂચ મહેસાણા જિલ્લામાં મહેસાણા વલસાડ જિલ્લામાં વાપી અને વલસાડ શહેરમાં પણ આવી કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. આ તમામ 18 નવી મામલતદાર કચેરીઓ માટે મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને ક્લાર્ક મળીને કુલ 126 જગ્યાઓ નું મહેકમ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ કચેરીઓ આગામી તારીખ 28 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રાખવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે.
જે મામલતદાર કચેરીઓમાં જગ્યાઓ ખાલી પડી હોય ત્યાં કરાર આધારિત કર્મચારીઓની સેવા લેવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે. હંગામી જગ્યા જે હેતુ માટે મંજૂર થયેલ હોય તે હેતુ માટે જ તેનો ઉપયોગ કરી શકાશે અને આવી જગ્યાની મુદત પૂરી થવાના બે મહિના અગાઉ તે જગ્યા ચાલુ રાખવાની હોય તો દરખાસ્ત કરવાની રહેશે. ત્રણ વર્ષથી ભરાયેલી હોય તેવી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટે રેવન્યુ વિભાગએ કાર્યવાહી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધરાનગર વિસ્તાર પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું મોત
April 16, 2025 02:08 PMજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech