સુપરસ્ટાર હીરોઈનની દીકરીને ડેટ કરી રહ્યો છે મલાઈકાનો લાલ

  • May 31, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપર ક્યુટ રાશા અને અરહાન ફરી બાંદ્રા માં સાથે દેખાયા: કઈક તો છે જ



બોલીવુડમાં 90ના દાયકાની સુપરસ્ટાર હીરોઈન રહેલી રવીના ટંડન અને આઈટમ ક્વીન મલાઈકા અરોડા એ પોતાના જમાનામાં ખૂબ ધૂમ મચાવી છે. હવે આ સ્ટાર્સના બાળકો પણ મોટા થઈ ગયા છે અન ગ્લેમરની દુનિયાનો સ્વાદ ચાખી રહ્યા છે. મલાઈકા અરોડાનો દીકરો અરહાન ખાન અને રવીના ટંડનની દીકરી રાશા થડાની ને લઈને ચર્ચા થવા લાગી છે. બંનેને લઈને અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, રાશા અને અરહાન રિલેશનશિપમાં છે. હકીકતમાં જોઈએ તો, હાલમાં જ બંને સ્ટારકિડ્સને મુંબઈમાં સાથે જોવામાં આવ્યા હતા. આ બંને સ્ટારકિડ્સ સાથે સમત વિતાવતા નજરે પડે છે. ત્યાર બાદ બંને વચ્ચે રિલેશનશિપને લઈને અફવાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં જ રાશા અને અરહાનને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સાથે જોવા મળ્યા હતા.

બંને સાથે કારમાં બેસતા અને હસતા દેખાઈ રહ્યા હતા. તેમની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોને જોતા ફેન્સ પણ આ બંનેને ક્યૂટ કપલ કહી રહ્યા છે. બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. જો કે, હવે બંનેની રિલેશનશિપનું અસલી સત્ય શું છે, એ તો આ સ્ટારકિડ્સ જ બતાવી શકશે. પણ બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે.
રાશા થડાની પોતાની મા રવીના ટંડનની જેવી જ સુંદર અને ફિલ્મી દુનિયાની હીરોઈન બનવા માટે તૈયાર છે. રાશા થડાની પણ પોતાની મમ્મીની માફક ફિલ્મોની દુનિયામાં પોતાની જગ્યા શોધી રહી છે. રાશા થડાની ડાયરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મથી પોતાનું બોલીવુડ ડેબ્યૂ કરવાની છે.
આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ દેખાશે. સાથે જ અજય પણ આ ફિલ્મમાં હશે. આ ફિલ્મ વિશે વધારે વિગતો સામે આવી નથી. પણ એ નક્કી છે કે, રાશા થડાની પણ પોતાની મમ્મી માફક બોલીવુડમાં હીરોઈન બનવાના સપના જોઈ રહી છે.
હવે રાશા થડાનીનું કિસ્મત કેટલું કામે લાગે છે એ તો સમય જ બતાવશે. તો વળી મલાઈકા અરોડા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન પણ મોટા ફિલ્મી પરિવારમાંથી આવે છે.

પણ અરહાન ખાનનો હાલમાં ફિલ્મોમાં કામ કરવાનો કોઈ પ્લાન નથી. હજુ સુધી તેને લઈને અરહાન ખાને કોઈ ખુલાસો કર્યો નથી.
હવે અરહાન અને રાશા થડાનીના અફેયરની ચર્ચા ખૂબ છવાઈ રહી છે. હવે તેમાં કેટલી સચ્ચાઈ છે, તો આ બંને સ્ટારકિડ્સ જ બતાવી શકે છે
રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News