આજના બજેટમાં મોદી સરકારે ભારતને રમકડાં ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રમકડાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આનાથી દેશમાં મેક ઇન ઇન્ડિયા રમકડાંને પ્રોત્સાહન મળશે જ, પરંતુ ચીનના રમકડાં બજારને પણ પડકાર આપશે.
વિશ્વભરમાં રમકડાં બજારનું કદ હાલમાં લગભગ 105 બિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયા જેટલું થાય છે. નિષ્ણાંતોના મતે, આ બજાર 2025 સુધીમાં 131 થી 135 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં, ભારત માટે આ એક મોટી તક છે. બજેટમાં આ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી છે, જેથી દેશ વૈશ્વિક રમકડાંનું કેન્દ્ર બની શકે.
હાલમાં, વિશ્વ રમકડાં બજારમાં ચીનનું પ્રભુત્વ છે. ૨૦૨૩-૨૪માં ભારતની રમકડાંની નિકાસ માત્ર ૧૫૦ મિલિયન ડોલર હતી. આજના સમયે સ્થાનિક બજાર ૧૬ હજાર કરોડ રૂપિયાનું છે, જેમાં ફક્ત ૨૫ ટકા રમકડાં સ્વદેશી છે. ૭૦ ટકા રમકડાં ચીનથી આયાત કરવામાં આવે છે.
બજેટ 2025 હેઠળ, ભારતમાં સ્વદેશી રમકડાંનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારે આ માટે એક નીતિ તૈયાર કરી છે. જેથી આયાત પર નિર્ભરતા ઓછી થાય અને સ્વદેશી રમકડાંની માંગ વધે. આવનારા સમયમાં, ભારત ફક્ત તેના સ્થાનિક બજારમાં સ્વદેશી રમકડાંનું વર્ચસ્વ સ્થાપિત કરશે જ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં ચીનને પણ સખત સ્પર્ધા આપશે. આ પગલાથી દેશમાં રમકડા ઉદ્યોગને વેગ મળવાની સાથે લાખો નવી રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ, ભારતીય રમકડા ઉદ્યોગ હવે વિશ્વભરના બજારો કબજે કરવા માટે તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech