દક્ષિણ ભારતીય વાનગી ઈડલી માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ ભારતના તમામ રાજ્યોમાં ખૂબ જ મોજથી ખાવામાં આવે છે. જો સવારના નાસ્તામાં કંઈક હલકું અને હેલ્ધી ખાવા ઈચ્છો છો તો ઈડલી એક પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. જાણો આ વાનગીને પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર બનાવવાની ખૂબ જ સરળ રીત. આ રેસીપીને ફોલો કરીને સોફ્ટ અને ફ્લફી ઈડલી બનાવી શકો છો. આ રીતે બનેલી ઈડલીનો સ્વાદ બજારમાં બનતી ઈડલી કરતાં અનેક ગણો સારો હશે.
સ્ટેપ 1 - ઘરે ઈડલી બનાવવા માટે એક કપ અડદની દાળ અને 3 કપ ચોખાને લગભગ 4-5 કલાક પાણીમાં સારી રીતે પલાળી રાખો.
સ્ટેપ 2 - હવે પલાળેલી દાળ અને ચોખાને મિક્સરમાં નાખીને બારીક પીસી લો. તેને પીસતા પહેલા મિક્સરમાં થોડું પાણી ઉમેરવાનું ભૂલશો નહીં.
સ્ટેપ 3 - આ પછી એક વાસણમાં દાળ, ચોખા અને પાણીથી બનેલા આ બેટરને ઢાંકી દો. આ વાસણને કોઈપણ ગરમ જગ્યાએ લગભગ 10 કલાક સુધી આથો આવવા માટે છોડી દો.
સ્ટેપ 4 - જ્યારે આ બેટરમાં ફીણ દેખાવા લાગે અને તેનું પ્રમાણ વધતું જણાય ત્યારે આથો આવી ગયો હશે. ત્યારબાદ આથો આવેલા બેટરને ઈડલીની પ્લેટમાં નાખો.
સ્ટેપ 5- આ પછી ઈડલીની પ્લેટને ઈડલી સ્ટીમરમાં મૂકો અને તેને લગભગ 20 મિનિટ સુધી સ્ટીમ થવા દો.
બજાર જેવી સોફ્ટ અને ફ્લફી ઈડલી તૈયાર છે. ઇડલીને ગરમાગરમ સર્વ કરીને તેનો સ્વાદ માણો. સાંભાર અથવા કોઈપણ ચટણી સાથે ઈડલી સર્વ કરી શકો છો. આ સિવાય ઇડલીને તળીને ફ્રાય ઇડલીની મજા પણ માણી શકો છો. આવી સોફ્ટ અને ફ્લફી ઈડલી ખાધા પછી બજારની ઈડલી જેવો જ સ્વાદ લાગશે. આ ઈડલી રેસીપી મનપસંદ વાનગીઓમાંની એક બની જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech