દિલ્હીથી બંગાળ સુધી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી

  • January 06, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશમાં જ્યારથી નવી સરકાર સત્તામાં આવી છે ત્યારથી સતત ભારત વિરોધી ગતિવિધિઓના અહેવાલો સામે આવી રહ્યા છે. મોહમ્મદ યુનુસની સરકારે ખુલ્લેઆમ ભારતનો વિરોધ શરૂ કરી દીધો છે. એવા ઘણા અહેવાલો આવ્યા છે જેમાં લઘુમતી (હિંદુ) સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. હવે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ભારતે પણ મોટી કાર્યવાહી કરી છે.
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા એક બાંગ્લાદેશી વ્યક્તિની ઓળખ કરીને તેને પરત મોકલવામાં આવ્યો છે. પોલીસે ગઈકાલે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે મોહમ્મદ શાહિદુલ ઈસ્લામ ત્રણ વર્ષથી પાલમ ગામમાં રહેતો હતો અને તેને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસની મદદથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
માહિતીના આધારે પોલીસની એક ટીમ મંગલાપુરીમાં શંકાસ્પદ વ્યક્તિ પાસે પહોંચી હતી. જ્યારે તેની પાસે દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે તે કોઈ માન્ય ભારતીય દસ્તાવેજ બતાવી શક્યો ન હતો. તેની પાસે માત્ર બાંગ્લાદેશી દસ્તાવેજની ફોટોકોપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કયર્િ બાદ તેને પરત મોકલવામાં આવ્યો હતો.
શનિવારે, દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેણે 132 વિદેશી નાગરિકોને દેશનિકાલ કયર્િ છે જેઓ 2024 સુધી માન્ય દસ્તાવેજો વિના નિર્ધિરિત સમયગાળા પછી રાષ્ટ્રીય રાજધાનીમાં રોકાયા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દ્વારકા) અંકિત સિંહે જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા લોકો નાઈજીરીયા, આઈવરી કોસ્ટ, ગિની, ઉઝબેકિસ્તાન, ઘાના, યુગાન્ડા અને સેનેગલના નાગરિક હતા.તમિલનાડુના ઈરોડમાં ફેક્ટરીઓમાં કામ કરતા બાંગ્લાદેશના સાત નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ બાંગ્લાદેશીઓ પાસે પાસપોર્ટ અને વિઝા નહોતા, તેથી તેઓ પકડાયા. પોલીસના જણાવ્યા અનુસાર, ભારતના ઉત્તરીય ભાગોમાંથી આવેલા કામદારો તેમના પરિવાર સાથે પેરુન્દુરાઈ સ્થિત ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા.
પોલીસે કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ સાથે મળીને પેરુન્દુરાઈ તાલુકાના વેપ્પમપાલયમ, વલ્લીપુરાથાનપલયમ, પેરુન્દુરાઈ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારબાદ જાણવા મળ્યું હતું કે સાત બાંગ્લાદેશી નાગરિકો પાસપોર્ટ કે વિઝા વગર ફેક્ટરીઓમાં કામ કરી રહ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓને પેરુન્દુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application