Jet Crash in Russia: રશિયામાં મોટી દુર્ઘટના, મોસ્કો નજીક પેસેન્જર જેટ પ્લેન ક્રેશ,આટલા લોકોના ગયા જીવ

  • July 12, 2024 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના મોસ્કો પાસે એક પેસેન્જર જેટ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં ક્રૂના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. વિમાનમાં કોઈ મુસાફરો સવાર ન હતા. રશિયાની સરકારી તપાસ એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. વિમાન લુખોવિત્સેથી મોસ્કો પરત ફરી રહ્યું હતું. 


શુક્રવારે મોસ્કોમાં એક રશિયન પેસેન્જર જેટ ક્રેશ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રેશમાં જેટના ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા હતા. દુર્ઘટના સમયે સુખોઈ સુપરજેટ 100માં ક્રૂ મેમ્બર્સ સિવાય એક પણ પેસેન્જર નહોતો. સરકારી ગુના તપાસ એજન્સીએ અકસ્માતની તપાસ શરૂ કરી છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ગાઝપ્રોમ એવિયાનું હતું, જે રશિયન રાજ્ય-નિયંત્રિત કુદરતી ગેસ કંપની ગેઝપ્રોમની માલિકીની એરલાઇન છે. સમારકામ બાદ લુખોવિટ્સેથી મોસ્કો પરત ફરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.


નેપાળમાં 59 જણ સાથેનું પ્લેન રનવે પરથી ફિસલા

બીજી તરફ નેપાળની ખાનગી ઉડ્ડયન કંપની બુદ્ધ એરનું એક વિમાન ગુરુવારે રાત્રે લુંબની પ્રાંતમાં લેન્ડિંગ વખતે રનવે પરથી ફિસલી ગયું હતું. વિમાનમાં 59 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application