યુએસ, ભારત અને ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો રાખવા એ બાંગ્લાદેશ સરકારની પ્રાથમિકતા

  • January 02, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને ગઈકાલે જણાવ્યું હતું કે બરતરફ કરાયેલ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ એ ભારત સાથેના ઘણા મુદ્દાઓમાંથી એક છે જ્યારે યુએસ, ભારત અને ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વચગાળાની સરકારની પ્રાથમિકતા છે.
હસીના(77) 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે, જ્યારે તેણે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ભારે વિરોધને પગલે દેશ છોડ્યો હતો. વિદ્યાર્થીઓના આંદોલનને કારણે તેમની 16 વર્ષ જૂની સરકાર પડી ગઈ હતી. બાંગ્લાદેશ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (આઈસીટી) એ હસીના અને કેટલાક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને લશ્કરી અને નાગરિક અધિકારીઓ સામે માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. હુસૈને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે હસીનાનું પ્રત્યાર્પણ એક મુદ્દો છે પરંતુ અમારા હિતના અન્ય મુદ્દા પણ છે. અમે તેના પર પણ સાથે મળીને કામ કરીશું. તેમણે કહ્યું કે હસીનાને દિલ્હીથી પરત લાવવા અને ભારત સાથેના સંબંધો સુધારવાના ઢાકાના પ્રયાસો સમાંતર રીતે આગળ વધશે. તેમણે કહ્યું કે હું માનું છું કે બંને કામ એકસાથે આગળ વધશે.
ભૂતપૂર્વ રાજદ્વારી હુસૈન,જે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં વિદેશ પ્રધાન છે, તેમણે જણાવ્યું હતું કે રોહિંગ્યા સંકટનો સામનો કરવો તેમજ યુએસ, ભારત અને ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવવા એ 2025માં બાંગ્લાદેશ માટે મુખ્ય પ્રાથમિકતા હશે. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતાઓ રોહિંગ્યા સંકટને ઉકેલવા, તે ત્રણ દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા અને સ્થિરતા સુનિશ્ચિત કરતી વખતે અમારા આર્થિક અને રાજદ્વારી પ્રયાસોને આગળ વધારવાની છે. અમેરિકા, ભારત અને ચીન સાથેના સંબંધોને લઈને જ્યારે હુસૈનને પૂછવામાં આવ્યું કે શું કોઈ એક દેશને બીજા પર કોઈ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે તો તેમણે કહ્યું કે આમાંથી કોઈ પણ દેશ પ્રાથમિકતાની યાદીમાં સૌથી નીચે નથી. તેમણે કહ્યું કે અમે આ ત્રણેય દેશો સાથે સંબંધો જાળવવાને સમાન પ્રાથમિકતા આપીએ છીએ, કારણ કે અમારા વિવિધ હિતો ગાઢ રીતે જોડાયેલા છે. વિદેશ બાબતોના સલાહકારે આશા વ્યક્ત કરી કે આ વર્ષના અંત સુધીમાં આ વૈશ્વિક શક્તિઓ સાથે ઢાકાના સંબંધો વધુ મજબૂત બનશે. વચગાળાની સરકારે તાજેતરમાં જ નવી દિલ્હીને રાજદ્વારી સંદેશ મોકલીને ભારતમાંથી હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી હતી. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અહીં કહ્યું કે તેઓ ભારત તરફથી જવાબની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હુસૈને કહ્યું કે તેઓ વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચચર્િ માટે 20 જાન્યુઆરીએ બેઇજિંગની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. તેમણે કહ્યું હું સામાન્ય મુદ્દાઓ પર વાત કરીશ. જોકે તેમણે બેઇજિંગ મુલાકાત દરમિયાન ચચર્િ કરવા માટેના ચોક્કસ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી ન હતી. બાંગ્લાદેશની સરહદે આવેલા મ્યાનમારના રખાઈન રાજ્યમાં ઝડપી વિકાસને ઢાકા એક પડકાર તરીકે માને છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા હુસેને કહ્યું કે ઢાકા આ નવી ઉભરી વાસ્તવિકતા સ્વીકારે છે. તેમણે કહ્યું કે રખાઈન, મ્યાનમારની સ્થિતિ અત્યંત પડકારજનક છે કારણ કે ત્યાંની જમીની વાસ્તવિકતા બદલાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application