એનક વખત ગ્રામજનોએ રજુઆત કયર્િ છતા રસ્તો ન બનતા લોકોમાં ઉગ્ર રોષ: કોઇ રજુઆત સાંભળતુ નથી
ભાણવડના રાણપર ગામનો મેઇન રોડ લાંબા સમયથી ભંગાર હાલતમાં ફરેવાયો છે, સરકારી તંત્ર દાદ આપતું નથી, જેથી ગામનાં કિસાનોએ તંત્રનાં ભરોસે રહેવાને બદલે સંયુકત રીતે આર્થિક ભંડોળ ભેગુ કરી રસ્તાની મરામત કામગીરી શરુ કરી છે. સરકારી તંત્રની આ બાબતે ટીકા થઇ રહી છે.
ભાણવડ પોરબંદર હાઇવે માર્ગ ઉપર બરડા ડુૅંગરની ગોદમાં આવેલ રાણપર ગામને ઘણા સમયથી રોડ રસતા બાબતે ખુબ જ અન્યાય થતો હોવાની વ્યાપક ફરિયાદ ગ્રામજનોમાં થઇ રહી છે. ખાસ કરી રાણપર ગામનાં બસ સ્ટેશનથી વાડી વિસ્તાર સુધીનો રસ્તો ખુબ જ જર્જરીત બની ગયો છે. રસ્તો એટલી હદે ભૅગાર છે કે ઓળંગવામાં ગ્રામજનોને પારાવાર યાતના વેઠવી પડે છે. વળી રસ્તામાં શાળા, દવાખાનુ સહિત હોવાથી નાના બાળકો અને દર્દીઓની હાલત દયનીય બની જાય છે. ચોમાસા દરમ્ાયન વરસાદ પાણી હોવાથી જીવનાં જોખમે ગ્રામજનો રસ્તો પસાર કરે છે રસ્તાનાં નવીનીકરણ માટે કેટલીયે વખત ગ્રામજનોએ સરકારી તંત્રને રજુઆત કરી છે, પરંતુ ઉકેલની દિશામાં પગલા ભરાતા જ નથી. જેથી ગ્રામજનોમાં આ બાબતે કાયમી રોષ સાથે અસંતોષ રહ્યા કરે છે.
આમ થાકી કંટાળીને ગામનાં કીસાનોએ પોતાના ખર્ચે રોડ બનાવાનું નકકી કરી લીધુ છે. હાલમાં રોડનાં કામનો પ્રારંભ પણ થયો છે, આમ સરકારી તંત્રના ભરોષે રહેવાને બદલે કિસાનો સંયુકત રીતે આર્થિક ભંડોળ ભેગુ કરી રસ્તો બનાવી રહ્યા છે. સરકારી તંત્રની આ બાબતે લોકોમાં ટીકાઓ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech