ટીએમસી નેતા મહુઆ મોઇત્રાના રાજીનામા બાદ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્રારા ત્રીજી વખત નોટિસ મોકલવામાં આવી છે. જે બાદ તેણે હાઈકોર્ટનું શરણું લીધું છે .લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા મહત્પઆ મોઈત્રાએ ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યેા છે. હકીકતમાં, ૧૬ જાન્યુઆરીએ, એસ્ટેટ ડિરેકટોરેટે તેમને રાષ્ટ્ર્રીય રાજધાની દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી. જે બાદ તેણે ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યેા છે. અગાઉ, કોર્ટે તેમને તેમની અરજી પાછી ખેંચી લેવા અને સંબંધિત સત્તાધિકારીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ત્રીજી વખત નોટિસ મોકલી ટીએમસી નેતા મહત્પઆ મોઈત્રાના રાજીનામા બાદ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્રારા ત્રીજી વખત નોટિસ મોકલવામાં આવી છે. જેમાં તેમને વહેલી તકે સરકારી બંગલો ખાલી કરવા જણાવાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણીને મંગળવારે ખાલી કરાવવાની નોટિસ જારી કરવામાં આવી હતી, તેથી હવે એસ્ટેટ ડિરેકટોરેટના અધિકારીઓની એક ટીમને ખાતરી કરવા માટે મોકલવામાં આવશે કે સરકારી બંગલો શકય તેટલી વહેલી તકે ખાલી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech