રાજકોટ મહાપાલિકા સંચાલિત જૂની શાળાઓ કે જેના બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય તેને તોડી આધુનિક નવી શાળાના બિલ્ડીંગ બનાવવા માટેની કામગીરી શ કરવામાં અવાી છે જે અંતર્ગત રાષ્ટ્ર્રીય શાળાની સામે મહાપાલિકા દ્રારા ા.૪.૩૮ કરોડના ખર્ચે ન્યુ મહાત્મા ગાંધી પ્રાયમરી સ્કૂલ બનાવશે જેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાંથી પ્રા વિગત મુજબ યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાષ્ટ્ર્રીય શાળાની સામે આવેલ મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલનું જર્જરીત બાંધકામ દૂર કરી તેના સ્થાને નવી પ્રાયમરી સ્કૂલનું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મનપા સંચાલિત ૮૯થી વધુ શાળાઓ કાર્યરત છે. આ તમામ શાળાઓમાં ઉચ્ચશિક્ષણ અપાતું હોય દિવસેને દિવસે શાળાઓમાં વિધાર્થીઓના એડમીશનમાં વધારો નોંધાયો છે. જેની સામે પ્રાઈવેટ સ્કૂલોની ઉંચી ફીના કારણે વાલીઓ પોતાના બાળકોને મનપા સંચાલિત સ્કૂલોમાં એડમીશન લેવા માટે પ્રેરાઈ રહ્યા છે. તેવી જ રીતે સ્કૂલોનું પરિણામ પણ દર વર્ષે ઓછુ આવતું હોય તમામ શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ વ્યવસ્થિત ચાલતી હોવાથી મહાનગરપાલિકા દ્રારા ભાડેથી લેવામાં આવેલ સ્કૂલો માટેના બિલ્ડીંગો ખાલી કરી તેના સ્થાને નવી સ્કૂલો બનાવવાની દિશામાં પગલા ભર્યા છે. યારે વર્ષેા પહેલા તૈયાર થયેલ હોય તેવી પ્રાયમરી સ્કૂલો અને હાઈસ્કૂલોના જર્જરીત બાંધકામો દૂર કરી નવાબાંધકામ બનાવવા માટે તૈયારીઓ આરંભી છે. જે અંતર્ગત યાજ્ઞિક રોડ ઉપર રાષ્ટ્ર્રીય શાળાની સામે આવેલ ૧૧ નંબર પ્રાયમરી સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયેલ હોય તેના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્ર્રીય શાળાની સામે આવેલ શાળા ન.ં ૧૧નું જર્જરીત બિલ્ડીંગ થઈ ગયેલ હોય તેમજ આ સ્થળ ઉપર પ્રાઈમરી સ્કૂલનું વધુ બાંધકામ થઈ શકે તેવો અભિપ્રાય ઈજનેરો દ્રારા આપવામાં આવતા આ સ્થળે અધતન સ્કૂલ બનાવવાનો નિર્ણય બનાવવામાં આવ્યો છે. અને મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલના નામે આ સ્થળ ઉપર શાળાનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. કોર્પેારેશન દદ્રારા હાલ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ત્રણ માળની શાળાના બાંધકામ માટે ા. ૪.૩૮.૭૯.૭૫૩નો ખર્ચ કરવામાં આવશે. પ્રાયમરી સ્કૂલ તૈયાર થયા બાદ ૧ થી ૭ ધોરણમાં વર્ગેામાં પણ વધારો કરવામાં આવશે. તેવી જ રીતે પ્રાઈવેટ શાળાઓમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓ નવી મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરેલ છે. જેની મુદત ૧૭૧૨ના રોજ પૂર્ણ થનાર હોય ત્યાર બાદ સ્ટેન્ડીંગમાં મંજુરી અને વર્ક ઓર્ડર સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શાળાનું બાંધકામ શ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech