મહારાષ્ટ્ર સરકારે ક્રિકેટ એકેડમી માટે અજિંક્ય રહાણેને આપી 2400 યાર્ડ જમીન; જાણો સમગ્ર મામલો

  • September 24, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ મુંબઈમાં ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેણે તે તમામ લોકોનો આભાર માન્યો છે જેમણે મુંબઈમાં ક્રિકેટ એકેડમીની સ્થાપનામાં રહાણેને મદદ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેમની મદદ કરનારા લોકોમાંના એક છે. અજિંક્ય રહાણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ ટીમનો કેપ્ટન છે.


અજિંક્ય રહાણેએ X પર પોસ્ટ કર્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, BCCIના કોષાધ્યક્ષ આશિષ શેલારનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેમણે મને મુંબઈમાં ક્રિકેટ એકેડમી શરુ કરવામાં મદદ કરી છે. આ એકેડમી યુવા ખેલાડીઓને ગુણવત્તાયુક્ત સુવિધાઓ અને કોચિંગ આપવામાં આવશે. અહીં શહેરના ક્રિકેટરોની આગામી પેઢીને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એ જ જગ્યાએથી જ્યાંથી મેં મારી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.





મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં 2415 યાર્ડ જમીન અજિંક્ય રહાણેને 30 વર્ષ માટે ભાડે આપી હતી. અહીં ટોપ લેવલ સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ જમીન 1988માં સુનીલ ગાવસ્કરને ઇન્ડોર ક્રિકેટ ટેસ્ટિંગ સેન્ટર માટે લીઝ પર આપવામાં આવી હતી. આ જમીન પર કોઈ કામ ન થયું હોવાથી સરકારે તેને પાછી લઈ લીધી.


હાલ આ જમીન સારી સ્થિતિમાં નથી. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. અજિંક્ય રહાણે સ્પોર્ટ્સ એકેડમી ખોલનાર પ્રથમ ક્રિકેટર નથી. તેમના પહેલા પઠાણ બ્રધર્સ (ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ), એમએસ ધોની, વીરેન્દ્ર સેહવાગ અને રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા ખેલાડીઓ પોતાની ક્રિકેટ એકેડમી ચલાવતા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application