મહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ

  • November 19, 2024 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ વિરારની એક હોટલમાં રોકડ કૌભાંડે હલચલ મચાવી દીધી હતી. મતદાન પહેલા જ મહારાષ્ટ્રનું રાજકારણ આ રોકડ કૌભાંડની આસપાસ સંપૂર્ણ રીતે ઘૂમી ગયું છે. ભાજપના ઉમેદવાર સામે પૈસાની વહેંચણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય ભાજપ મહાસચિવ વિનોદ તાવડે વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.


ખરેખર બહુજન વિકાસ આઘાડીના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકર્તાઓએ વસઈ વિરારની એક હોટલમાં રોકડની વહેંચણી કરવાનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર રોકડની વહેંચણીનો આરોપ હતો. વિપક્ષનો આરોપ છે કે 5 કરોડની વહેંચણી કરવામાં આવી રહી છે.


બીજી તરફ ભાજપ અને વિનોદ તાવડેએ સ્પષ્ટતા કરી છે કે તેઓ હોટલમાં કાર્યકરો સાથે ચૂંટણી પ્રક્રિયા સંબંધિત માહિતી આપવા માટે હાજર હતા. ત્યારબાદ બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ હોટલમાં હંગામો મચાવ્યો હતો. વિનોદ તાવડેએ પણ ચૂંટણી પંચને આ મામલે નિષ્પક્ષ તપાસની અપીલ કરી છે.


જેણે આરોપ લગાવ્યો તેની સાથે જ કરી પ્રેસકોન્ફરન્સ
આ બધાની વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે આરોપો લગાવ્યા બાદ બહુજન વિકાસ અઘાડીના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુર અને તેમના પુત્ર ક્ષિતિજ ઠાકુર વિનોદ તાવડે સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. જોકે ચૂંટણી પંચે આ પ્રેસ કોન્ફરન્સ અટકાવી દીધી હતી, પરંતુ બાદમાં ત્રણેય ત્યાંથી એકસાથે નીકળી ગયા હતા.


બાદમાં ક્ષિતિજ ઠાકુરે અલગથી પ્રેસ કોન્ફરન્સ કરી
બાદમાં ક્ષિતિજ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી મહિલાઓના પર્સ કેમ ચેક કરવામાં આવતા નથી તેવો સવાલ કર્યો હતો. બે રૂમમાંથી કુલ રૂ.19 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. ત્યાં પૈસા વહેંચવાનું કામ ચાલતું હતું. અમે પોલીસને જાણ કરી હતી. વિરારમાં શું કરી રહ્યા હતા વિનોદ તાવડે? વિનોદ તાવડે છૂપી રીતે વિવર કેમ ગયા?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application