જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરના મહંતના નિધન બાદ વિવાદ વધી રહ્યો છે. જૂનાગઢના મહિલા એડવોકેટ હેમાબેન શુકલ દ્રારા અંબાજી મંદિરના મહતં તનસુખગીરી બાપુ ના મૃત્યુ માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબો તેમજ નોટરી અને વકીલ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કરી રાજયના હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આઈએમએને પત્ર પાઠવી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. હેમાબેન શુકલના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં આઈસીયુમાં દર્દી હોય તો તેના સગા વહાલાને પણ મળવા જવા દેવામાં આવતા નથી પરંતુ અડધી રાત્રે બ્રેન્ડેડ કે કોમામાં રહેલ માણસના લખાણમાં અંગૂઠા લઈ લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી ના લખાણમાં અંગૂઠા લઈ લેવામાં આવે છે .જેથી આ સમગ્ર બાબતે હોસ્પિટલની પણ સિકયુરિટી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા થાય છે. નિયમ મુજબ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હોય છતાં પણ બ્રેઇન ડેડ માણસના અંગૂઠા લેવા શકય કેવી રીતે બને તેવા પ્રશ્ન સાથે સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. મહિલા ધારાશાક્રીના જણાવ્યા મુજબ મહેશ ગીરી બાપુએ અગાઉ મીડિયાને આપેલ નિવેદનમાં જ કબૂલાત કરી હતી કે હોસ્પિટલમાં સહી લેવા ગયા હતા અને સહી લાવ્યા છીએ ત્યારે તનસુખગીરી બાપુ ખરેખર જીવતા હતા કે નહીં કે પછી કોમામાં હતા ત્યારે તેનો અંગૂઠો લેવામાં આવ્યો સમગ્ર બાબતે તપાસનો વિષય બની ગયો છે અને ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ દર્દીના સહી સિક્કા કેવી રીતે લઈ શકાય તેમ જણાવી આઈસીયુ બોર્ડમાં દાખલ દર્દીની સલામતી કેટલી તેવા પણ પ્રશ્ન કરી હોસ્પિટલ બાબતે અંગત રજૂઆત કરી છે. હોસ્પિટલમાં દાખલ હોય અને આઇસીયુ વોર્ડમાં હોય તેવા સંજોગોમાં દાખલ દર્દીના કુટુંબીજનોને પણ પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે બેદરકારી બદલ ગોકુલ હોસ્પિટલના સંચાલક ,ડોકટરો વિદ્ધ તપાસ કરી તાત્કાલિક હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવા પણ માંગ કરી છે. સમગ્ર મામલે પોલીસે પણ યોગ્ય તપાસ કરી અને ડોકટર સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ.સિકયુરિટી અને સીસીટીવી કેમેરા હોવા છતાં પણ હોસ્પિટલમાં આવી બીમાર દર્દીના સહી સિક્કા કરી લેવા કે તપાસનો વિષય બની જાય છે. હેમાબેન શુકલ દ્રારા પાઠવેલા પત્રમાં અંબાજી મંદિરના મહતં તનસુખગીરીજી બાપુના મૃત્યુ માટે ગોકુલ હોસ્પિટલના તબીબો સામે પણ ગુનો નોંધી તાત્કાલિક હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવા અને શંકાસ્પદ રીતે ભવનાથ ક્ષેત્રના મહત્વના સાધુનું હોસ્પિટલમાં નિધન અંગે હોસ્પિટલ તથા ડો. સામે પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને રાજકોટ પોલીસ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech